Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

દંગલ બહેનો ફરી એકવાર જોવા મળશે સાથે આ ફિલ્મમાં

મુંબઇ: બોલિવૂડના પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા અભિનેતા ફિલ્મ સર્જક આમિરખાનની દંગલ ફિલ્મમાં ફોગાટ સિસ્ટર્સ તરીકે રજૂ થયેલી ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા ફરી એક વાર પરદા પર સાથે રજૂ થાય એવી શક્યતા હોવાની જાણકારી મલી હતી.મોખરાના ફિલ્મ સર્જક અનુરાગ બસુ એક ડાર્ક એક્શન કોમેડી થ્રીલરનું પ્લાનિંગ કરી રહ્યા છે અને એે માટે ફાતિમા અને સાન્યાને લેવાનો નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે.આ ફિલ્મ માટે અનુરાગે અભિષેક બચ્ચન, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી અને આદિત્ય રોય કપૂરને સાઇન કર્યા હતા. ફાતિમા અને સાન્યા હાલ એક કમર્શિયલ કરી ચૂક્યાં છે અને આ જાહેર ખબર ટીવી પર પ્રસારિત પણ થવા માંડી છે. અનુરાગે ગયા વર્ષે આ ફિલ્મના શૂટિંગનો આરંભ કર્યો હતો અને કેટલોક હિસ્સો અભિષેક બચ્ચન સાથે શૂટ કર્યો હતો. ત્યારબાદ એ પોતાની ફિલ્મની સાથોસાથ પોતે જે ટીવી શોના જજ તરીકે સેવા આપી રહ્યો છે એ સુપર ડાન્સરના શૂટિંગ સાથે ફિલ્મના શૂટિંગ વચ્ચે સમતુલા જાળવવા મથી રહ્યો હતો.વચ્ચે વચ્ચે અનુરાગ ભોપાલમાં રાજકુમાર રાવ અને ફાતિમા સના શેખ સાથે ફિલ્મનું શૂટિંગ કરતો રહ્યો હતો. અનુરાગની નિકટનાં સૂત્રોએ  કહ્યું કે આ ફિલ્મ ખરેખર તો અ લાઇફ ઇન અ મેટ્રોની સિક્વલ  જ છે પરંતુ એને એ રીતે ઓળખાવવાની અનુરાગની ઇચ્છા નથી. એટલે જુદી રીતે રજૂ કરવાની યોજના ઘડી છે. ભૂષણ કુમાર આ ફિલ્મના નિર્માતા છે. સંગીત પ્રીતમ તૈયાર કરે છે.

(5:04 pm IST)