Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

હોરર ફિલ્મ તાંત્રિક માટે અભિષેકને બદલે સૈફની પસંદગી

રાગીની એમએમએસ ફેઇમ નિર્દેશક પવન કૃપલાની હોરર ફિલ્મ બનાવી રહ્યા છે. આ ફિલ્મ માટે પહેલા અભિષેક બચ્ચનનું નામ સામે આવ્યું હતું. પરંતુ હવે અભિષેકને બદલે સૈફ અલી ખાનને આ રોલ અપાયો છે. ફિલ્મનું નામ 'તાંત્રિક' રખાયું છે. નિર્દેશક દ્વારા અને ફિલ્મના શુટીંગ માટેના લોકેશન અને હિરોઇનની પસંદગીની કામગીરી શરૂ કરવામાં આવી છે. આવતા મહિને પ્રોજેકટ ફલોર પર જશે. જો કે સૈફ અને પવને આ ફિલ્મ બાબતે હાલ વધુ કંઇ કહ્યું નથી. સૈફ અલી ખાન હાલમાં નવદિપસિંહની એક ફિલ્મ તથા અજય દેવગણ સાથે તાનાજી-ધ અનસંગ હીરોના શુટીંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત નિતીન કક્કડની ફેમિલી ડ્રામા ફિલ્મ જવાની જાનેમન પણ તેના હાથમાં છે. આ ફિલ્મમાં પૂજા બેદીની દિકરી આલિયા ફર્નિચરવાલા હિરોઇન છે.

(9:30 am IST)