Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd January 2019

કસોટીનો અનુરાગ હવે પૂજા સાથે વેબ સિરીઝમાં પણ દેખાશે

ટીવી અભિનેતા ર્પાથ સમથાન હાલમાં 'કસોૈટી જિંદગી કી-૨'માં અનુરાગ બસુનો રોલ નિભાવી રહ્યો છે. પાર્થના ઘરમાં નાનકડી પરીએ પગલા માંડ્યા છે. પાર્થએ પોતાની આ લાડકવાયી ભત્રીજી સાથેની તસ્વીરો ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. કેપ્શનમા તેણે લખ્યું હતું કે-આ દિકરીનું અમારા ઘરમાં સ્વાગત છે, હું ચાચા બની ગયો છું. ચાહકોને પાર્થની આ તસ્વીરો ખુબ ગમી છે. પાર્થ હવે પછી 'કહને કો હમસફર હૈ'ની સિઝન-૨માં પણ કામ કરવાનો છે.

આ વેબ સિરીઝમાં તેની સાથે પૂજા બેનર્જી મુખ્ય રોલમાં જોવા મળશે. પાર્થએ કારકિર્દીના પ્રારંભમાં એમટીવીના શો કૈસી યે યારીયામાં માનીક મલ્હોત્રાનો રોલ નિભાવ્યો હતો. ૨૦૧૬માં તેણે ગૂગલી હોય ગઇ નામની ફિલ્મ પણ કરી હતી. આ ઉપરાંત ગુમરાહ, સાવધાન ઇન્ડિયા, પ્યાર તુને કયા કીયા જેવા શો કર્યા છે. પૂજા બેનર્જી પણ ટીવી પરદાનું જાણીતું નામ છે.

(9:30 am IST)