Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd December 2020

કોમેડી કરવાની અમિતની ઇચ્છા

અમિત સાધે અત્યાર સુધી અનેક રોલ નિભાવ્યા છે. મોટે ભાગે તેને જે પાત્રો મળ્યા છે તે અત્યંત ગંભીર પ્રકારના જ હતાં. તેણે હવે કહ્યું છે કે તે કોમેડી કરવા ઇચ્છા ધરાવે છે. અમિત કહે છે હું પરદા પર દેખાઉ છું એટલો ગંભીર અસલી જિંદગીમાં જરાપણ નથી. મારે કોમેડી રોલ કરવા છે. બ્રીધ-ઇન ટુ ધ શેડોઝ, શકુંતલા દેવી, અવરોધ-ધ સિજ વિધીન અને યારા જેવા ડિજીટલ પ્રોજેક્ટને કારણે અમિત કોરોના કાળમાં પણ સતત ચાહકોની વચ્ચે રહ્યા હતો. હવે તે ઝીફાઇવની સિરીઝ ઝિદ કરી રહયો છે. જેનું બોની કપૂરે નિર્માણ કર્યુ છે. જેમાં તે ફરી એક વખત આર્મી ઓફિસરના રોલમાં છે. આ માટે તેણે અત્યંત આકરી તાલિમ પણ લીધી હતી. અમિત કહે છે વર્ષ ૨૦૨૦ ખુબ સારુ ગયું. હવે આવતા વર્ષમાં મારે કોમેડી પણ કરવી છે. અમિતે પોતાને ગમેલી અન્ય સિરીઝમાં પાતાલલોક અને સ્કેમ ૧૯૯૨ના વખાણ પણ કર્યા હતાં.

 

(9:36 am IST)