Gujarati News

Gujarati News

News of Friday, 22nd December 2017

નવાઝુદીન સીદ્દીકીનો નવો લૂક આવ્યો સામે: જોઈને ઓળખી જાસો કોની ભૂમિકામાં હશે

મુંબઇ: અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી શિવસેના પ્રમુખ હિન્દુહૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેનો રોલ કરશે, નહીં કરે એવી ચર્ચા અને અટકળો વચ્ચે નવાઝુદ્દીનની બાળાસાહેબના ગેટપમાં કેટલીક તસવીરો સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી. વિશ્વસનીય સૂત્રો દ્વારા અપાયેલી માહિતી મુજબ ઠાકરે ટાઇટલ ધરાવતી આ બાયો-ફિલ્મમંા નવાઝુદ્દીન બાળાસાહેબ ઠાકરેનો રોલ કરશે અને એનો ફર્સ્ટ લૂક ગુરુવારે રિલિઝ કરાયો હતો. આ સૂત્રોએ આપેલી માહિતી મુજબ હાલના શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેનો રોલ મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કરશે. અત્રે એ યાદ રહે કે રામ ગોપાલ વર્માની સરકાર ફિલ્મમાં અમિતાભ બચ્ચને બાળાસાહેબ જેવો ગેટપ ધરાવતા પાત્રનો રોલ કર્યો હતો જેને ખુદ બાળાસાહેબ ઠાકરેએ બિરદાવ્યો હતો.
 

(6:45 pm IST)