Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

મિથીલાએ કરી સાઉથમાં એન્‍ટ્રી

અભિનેત્રી મિથીલા પાલકરે કારકિર્દીની શરૂઆત મરાઠી ફિલ્‍મથી નવ વર્ષ પહેલા કરી હતી. એ પછી તે હિનદી ફિલ્‍મ કટ્ટી બટ્ટીમાં દેખાઇ હતી. ઇંગ્‍લીશ અને તેલુગુ ફિલ્‍મ પણ કરી ચુકેલી મિથીલાએ ત્રણ જેટલા ટીવી શો કર્યા છે અને કેટલાક વેબ શો પણ કરી ચુકી છે. મિથીલા કહે છે મારો માપદંડ કાયમ એક જ રહ્યો છે કે મારો રોલ મહત્ત્વનો હોવો જોઈએ, પછી ભલેને હું સ્‍ક્રીન પર પાંચ મિનિટ માટે જ કેમ ન આવું. સારા અને સનિષ્‍ઠ એક્‍ટરને કદી ભાષાના સીમાડા નથી નડતા. એ કોઈ પણ ભાષાની ફિલ્‍મમાં પોતાના પાત્રને પૂરેપૂરો ન્‍યાય આપી શકે છે. મિથિલા હવે સાઉથમાં પહોંચી છે. વિશ્વાક સેન સાથે એણેઓરિ દેવુડા નામની તેલુગુ ફિલ્‍મમાં મુખ્‍ય ભૂમિકા મળવી છે. આ ફિલ્‍મ તમિલ રોમાંટિક કોમેડી ઓહ માય કડાવુલેની રિમેક છે. જે રિલીઝ થઇ ચુકી છે. મિથીલા કહે છે જે ભાષા આવડતી ન હોય એવી ફિલ્‍મમાં અભિનય કરવો મારા માટે એક જુદો જ અનુભવ બની રહ્યો, પરંતુ હવે હું ઘણી બધી તેલુગુ ફિલ્‍મો કરવા તૈયાર છું.

(11:07 am IST)