Gujarati News

Gujarati News

News of Friday, 22nd November 2019

ફિલ્મ 'જર્સી' માટે ક્રિકેટની ટ્રેનિંગ લઇ રહ્યો છે શાહિદ કપૂર

મુંબઈ: બોલિવૂડનો ચોકલેટ હીરો શાહિદ કપૂર તેની આગામી ફિલ્મ 'જર્સી' માટે ક્રિકેટની તાલીમ લઈ રહ્યો છે. શાહિદ કપૂરની અગાઉની ફિલ્મ કબીર સિંઘ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.ફિલ્મમાં શાહિદના અભિનયની ખૂબ પ્રશંસા થઈ હતી. હવે શાહિદ કપૂર તેની આગામી ફિલ્મ જર્સીના શૂટિંગની તૈયારી કરી રહ્યો છે. ફિલ્મમાં શાહિદ ક્રિકેટરની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ શરૂ થાય તે પહેલા શાહિદ ક્રિકેટની તાલીમ લઈ રહ્યો છે.તાજેતરમાં શાહિદે સોશિયલ મીડિયા પર તૈયારીનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે લાંબી સિક્સર લગાવતો નજરે પડે છે. પહેલા પણ શાહિદ કપૂરે 'દિલ બોલે હરપ્પા'માં ક્રિકેટરની ભૂમિકા નિભાવી છે. 'જર્સી' તેલુગુમાં સમાન નામથી બનેલી સુપરહિટ ફિલ્મની હિન્દી રિમેક છે.તે એવા ખેલાડીની વાર્તા છે જે 30 વર્ષની ઉંમરે ભારતીય ટીમમાં જગ્યા બનાવવા માટે સખત મહેનત કરે છે. ફિલ્મમાં શાહિદ સાથે 'સુપર 30' ફેમ મૃણાલ ઠાકુર જોવા મળશે.

(5:09 pm IST)