Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

શાહિદ કપૂરની આજુ રેડ્ડીનો ફર્સ્ટ લુક રિલીઝ

મુંબઇ:  કલાકાર શાહિદ કપૂરને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ફિલ્મ અર્જુન રેડ્ડીનો ફર્સ્ટ લૂક બુધવારે રિલિઝ કરવામાં આવ્યો હતો. ફર્સ્ટ લૂકમાં એવી છાપ પડતી હતી કે આ ફિલ્મનો કથાનાયક એક આંખ ધરાવે છે.મૂળ તેલુગુ હિટ ફિલ્મ અર્જુન રેડ્ડીમાં અગાઉ અર્જુન કપૂરને લેવાની વાત હતી પરંતુ એણે એવો આગ્રહ સેવ્યો હતો કે કોઇ હિન્દી ડાયરેક્ટર એનું ડાયરેક્શન કરે પરંતુ એ વાત ફિલ્મ સર્જકને ગળે ઊતરી નહોતી એટલે અર્જુન કપૂરના સ્થાને શાહિદ કપૂરને લેવામાં આવ્યો હતો. શાહિદ કપૂર સાથે આ ફિલ્મમાં કિયારા અડવાણીને હીરોઇન તરીકે પસંદ કરવામાં આવી હતી.મૂળ ફિલ્મના હીરોએ દાઢી રાખી હતી એટલે શાહિદે પણ દાઢી વધારવાની શરૃઆત કરી હતી. આ ફર્સ્ટ લૂકમાં એ શોર્ટ જિન્સ અને પગમાં સસ્તી હવાઇ ચંપલ પહેરેલો દેખાય છે.અગાઉ સ્નાયુબદ્ધ કસરતી કાયા ધરાવતા શાહિદે આ ફિલ્મ માટે પોતાનું વજન ઘટાડવા ઉપરાંત કાયા થોડી કૃશ કરી છે એ પણ ફર્સ્ટ લૂક દ્વારા દેખાઇ આવ્યું હતું.

(5:32 pm IST)