Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

બેંગલુરુમાં રિસેપ્શન પાર્ટીમાં દીપિકાએ કરી અનુષ્કાના લુકની કોપી !

દીપિકા ગોલ્ડન રંગની સાડી,ગઝરામાં ટ્રેડિશનલ ઈન્ડિયન ન્યુલી વેડેડ બ્રાઈડ લાગી રહી હતી

ઈટલીમાં સિક્રેટિવ શાનદાર વેડિગ બાદ રણવીર અને દીપિકાએ ગઈ કાલે રાત્રે બેંગ્લુરુ ખાતે આટલી શાનદાર રિસેપ્શન પાર્ટી હોસ્ટ કરી હતી. બેંગ્લુરુની લીલા પેલેસ હોટેલમાં આયોજીત રિસેપ્શન પાર્ટીમાં રણવીર અને દીપિકા બ્લેક એન્ડ ગોલ્ડન કલરના ટ્રેડિશનલ અટાયરમાં જોવા મળ્યા હતા.

રણવીરે ગોલ્ડન એમ્બ્રોઈડરી વાળી બ્લેક કલરની શેરવાની પહેરી હતી અને સાથે મેચિંગ શુઝ પહેર્યા હતા. જ્યારે કે દીપિકા ગોલ્ડન રંગની સાડી અને ગઝરામાં ટ્રેડિશનલ ઈન્ડિયન ન્યુલી વેડેડ બ્રાઈડ લાગી રહી હતી. પરંતુ દીપિકાના લુકની તુલના અનુષ્કાના દિલ્હી રિસેપ્શન લુક સાથે થઇ રહી છે.

(12:38 pm IST)