Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

પ્રિયંકા-નિક પણ કરશે બે રીતિરિવાજો અનુસાર લગ્ન : 29મીથી ફંક્શન શરુ

25મીએ શકાય ઇઝ પિન્કનું શૂટિંગ પૂરું :27મીએ ચેરિટી ઇવેન્ટ અને 28મીએ જોધપુર જવા રવાના

 

બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને મંગેતર નિક જોનાસ હાલ તેમના લગ્નને લઇને ચર્ચામાં છે. તેવામાં હવે પ્રિયંકાના લગ્નની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તાજેતરમાં જ બંનેના લગ્નને લઇને નવી ડિટેઇલ્સ સામે આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે 29 નવેમ્બરથી તેમના લગ્નના રિવાજો શરૂ થઇ જશે. હકીકતમાં પ્રિયંકા હાલ સ્કાય ઇઝ પિંકનું શુટિંગ કરી રહી છે.

   પ્રિયંકા 25-26 નવેમ્બરે ફિલ્મનું શુટિંગ પૂરુ કરશે. 27 તારીખે તે એક ચેરિટી ઇવેન્ટનો હિસ્સો બનશે અને 28 નવેમ્બરે જોધપુર રવાના થશે. જે બાદ લગ્નના ફંક્શન્સ શરૂ થશે. જાણવા મળી રહ્યું છે કે લગ્ન હિન્દુ અને ખ્રિસ્તી રિતીરિવાજો પ્રમાણે થશે. આ લગ્ન જોધપુરના ઉમ્મેદ ભવનમાં થશે

  એક અહેવાલ અનુસાર 2 ડિસેમ્બરે હિન્દુ રીતિરિવાજો પ્રમાણે લગ્ન થશે.સાથે જ 3 તારીખે બંને ખ્રિસ્તી રિતીરિવાજો પ્રમાણે લગ્નના બંધનમાં બંધાશે. આ બંને સેરેમની એક જ વેન્યૂ પર થશે. જોધપુરમાં બંનેના લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. તેવામાં ખબર મળી રહી છે કે વીકેન્ડ પર નિક પણ પોતાના પરિવાર સાથે ભારત આવી શકે છે.

(12:12 am IST)
  • આણંદ : હિંદુ સંગઠનો દ્વારા આજે બોરસદ બંધનું એલાન: બોરસદ શાંતિધામમાં ૨૦ ઉપરાંત હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિ થઇ હતી ખંડિત :બોરસદવાસીઓ રેલી યોજી મામલતદારને આવેદન આપશે access_time 1:39 pm IST

  • સેલવાસમાં મેડિકલ કોલેજને કેન્દ્ર સરકારની મંજૂરી :નાણા પ્રધાન અરૂણ જેટલીએ કરી જાહેરાત access_time 4:30 pm IST

  • જસદણની પેટાચૂંટણીનું ૨૦મી ડિસેમ્બરે મતદાન : ૨૩મીએ મતગણતરી : જસદણની પેટાચૂંટણી અને મતગણતરીની તારીખ જાહેર થઈ ગઈ છે : જે મુજબ ૨૦મી ડિસેમ્બરે મતદાન થશે અને ૨૩મીએ મતગણતરી થશે : ઉમેદવારોએ ફોર્મ ભરવાની છેલ્લી તા.૩ ડિસેમ્બર છે અને આ ફોર્મ ૬ ડિસેમ્બર સુધી પરત ખેંચી શકાશે : કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અને હાલ મંત્રી પદે રહેલા એવા કુંવરજીભાઈ બાવળીયા માટે આ ચૂંટણી જીતવી એ પ્રતિષ્ઠાનો જંગ સમાન છે access_time 4:24 pm IST