Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

અંતે ફિલ્મ ભારતમાં કેટરીનાની એંટ્રી

ટાઇગરના અંતિમ દિવસે કેટરીનાએ કહ્યું હતું કે હું ભારતનો ભાગ બનીશ અને તેવું જ થયું

મુંબઈ :બૉલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની સગાઇ થવાની હોવાથી તે ભારત ફિલ્મમાંથી ખસી ગઇ અને ફિલ્મ કેટરિનાને મળી. ફિલ્મ મેકર્સની પહેલી પસંદ પ્રિયંકા હોવા છતાં કેટરિનાને વિશ્વાસ હતો કે આ ફિલ્મ તેને જ મળશે.

   ડિરેક્ટર અલી અબ્બાસે જણાવ્યું કે ટાઇગરના અંતિમ દિવસે તેણે કેટરિનાને કહ્યું કે તે ભારતમાં તેને મિસ કરશે. કેટરિનાનો જવાબ હતો કે ગમે તે રીતે હું જ ભારતનો ભાગ બનીશ. અને તેવું જ થયું.

(8:15 pm IST)