Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

અક્ષરાએ માન્યો પોતાના ચાહકોનો દિલથી આભાર

ભોજપુરી ફિલ્મોની અભિનેત્રી અને ગાયિકા અક્ષરા સિંહનું ટિકટોક સ્પેશિયલ ગીત 'કોલ કરે કયા' સો મિલિયન કલબમાં સામેલ થઇ જતાં અક્ષરાની ખુશીનો પાર રહ્યો નથી. ફેબ્રુઆરી મહિનામાં અક્ષરાનું આ ગીત રિલીઝ થયું હતું. જેણે રિલીઝ થતાની સાથે જ ધમાલ મચાવી દીધી હતી.  આ ગીતને પુષ્કળ સંખ્યામાં વ્યુઝ મળવા માંડ્યા હતાં. આ કારણે ગીત સો મિલિયનથી વધુ વ્યુઝની કલબમાં સામેલ થઇ ગયું છે. અક્ષરા આ અપાર સફળતાથી અત્યંત ખુશ છે. તેણે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ચાહકોનો આભાર વ્યકત કર્યો હતો. અક્ષરા સિંહે લખ્યું હતું કે કભી ઇઝહાર ભી નહિ કરતે ઓૈર ચુપકે ચુપકે ઇતના પ્યાર દે જાતે હૈ આપલોગ...હું મારા હૃદયની ભાવના વ્યકત કરી શકું એટલા શબ્દો નથી મારી પાસે. આ મારા માટે સાચ્ચે જ ખુબ જ મોટી વાત છે. હું દિલથી સોૈનો આભાર વ્યકત કરુ છું. આ ઉપરાંત આ ગીતની મારી સમગ્ર ટીમની પણ હું આભારી છું. આ ગીતના શબ્દો આશિષ વર્માએ લખ્યા છે. સંગીત પણ તેનું જ છે. નિર્દેશક આશિષ યાદવ છે.

 

(10:15 am IST)