Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

દાનવીર સલમાન ખાને 500 સાયકલો ગરીબોમાં વહેંચી અને ગુંડા-મવાલીવાળી છબી સુધારવા પ્રયાસ કર્યો હતોઃ ફિલ્‍મ ડાયરેક્‍ટર અભિનવ કશ્‍યપના સલમાન ખાન અને તેના પરિવાર ઉપર આરોપો

મુંબઇ: બોલિવુડ ફિલ્મ એક્ટર અભિનવ કશ્યપ સુપરસ્ટારે સલમાન ખાન અને તેના પરિવાર પર એક બાદ એક ગંભીર આરોપ લગાવી રહ્યાં છે. અભિનવ આ તમામ આરોપ એવા સમયે લગાવી રહ્યાં છે જ્યારે સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ વંશવાદની વાતો ફરીથી શરૂ કરી દીધી છે. અભિનવે પોતાના ફેસબુક પોસ્ટના માધ્યમથી આ વખતે સલમાન ખાનના પિતાને ટાર્ગેટ કર્યાં છે અને તના પર ગંભીર આરોપ લગાવ્યાં છે

અભિનવ કશ્યપે સલીમ ખાન પર એક ગંભીર આરોપ લગાવતા પોતાના ફેસબુક પોસ્ટ પર લખ્યું કે, જનાબ સલીમ ખાનનો સૌથી મોટો આઈડિયા છે બીઈંગ હ્યુમન. બીઈંગ હ્યુમન બીઈંગ હ્યુમનની ચેરિટી માત્ર દેખાવો છે. દબંગની શુટિંગ દરમિયાન મારી આંખ સામે 5 સાઈકલ ડિસ્ટ્રીબ્યૂટ થતી હતી, અને આગલા દિવસે અખબારોમાં છપાતું હતું કે, દાનવીર સલમાન ખાને 500 સાઈકલ ગરીબોમાં વહેંચી. તમામ પ્રયાસો સલમાન ખાનની, ગુંડા મવાલીવાળી છબી સુધારવા માટે હતી, જેથી તમામ ક્રિમીનલ કોર્ટ કેસિસમાં મીડિયા અને જજ તેમના પર થોડી નરમાશ બતાવે.

તેઓએ આગળ લખ્યું કે, બીઈંગ હ્યુમન આજે 500 રૂપિયાની જિન્સ 5000માં વેચે છે અને ખબર નથી કે કેટકેટલી રીતથી ચેરિટીના નામે મની લોન્ડરીંગ ચાલી રહી છે. ભોળા નાગરિકોના આંખમાં ધૂળ ઉડાવવામાં આવે છે. તેમના ખિસ્સા ખાલી કરવામાં આવી રહ્યાં છે. ખાન પરિવારનો હેતુ લોકોની મદદ કરવાનો નથી, પરંતુ માત્ર રૂપિયા લેવાનો જ છે. સરકારે જોવું જોઈએ કે, બીઈંગ હ્યુમનની તપાસ થાય. હુ આ મામલે સરકારની સહાય કરીશ.

(4:56 pm IST)