Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

૫ડકારજનક રોલ ગમે છે સાધિકાને

અભિનેત્રી સાધિકા સ્યાલ વેબ સિરીઝને કારણે ખુબ જાણીતી બની ગઇ છે. ત્રણ વર્ષ પહેલા તેણે જેફ ગોલ્ડબર્ગ સ્ટુડિયોમાં અભિનયની તાલિક લીધી હતી અને ત્યારબાદ નાટકોમાં કામ શરૂ કર્યુ હતું. તેનું આધે અધૂરે નામનું નાટક ખુબ પ્રચલિત રહ્યું છે. તે હાલમાં ઝી-ફાઈવની રિજેકટએકસ નામની સિરીઝમાં સેહમત નામનું પાત્ર ભજવી રહી છે. આસિરીઝની પહેલી સિઝનમાં પણ તેણે કામ કર્યુ હતું. ફોર મોર શોટ્સ પ્લીઝથી તેણે ડિજીટલ પ્લેટફોર્મ પર દમદાર એન્ટ્રી કરી હતી. ગોલ્ડી બહેલની સિરીઝ રિજેકટએકસમાં મજબૂત અને બોલ્ડ પાત્ર ભજવ્યું છે. અન્ય વેબ સિરીઝ ઇટ્સ માય પ્લેઝરમાં પણ તે છે. રજત કપૂર નિર્દેશીત આરકે વર્સીસ આરકેમાં પણ તેનો ખાસ રોલ છે. બાહુબલીની પ્રિકવલમાં પણ તે જોવા મળવાની છે. અન્ય એક આર્ટ ફિલ્મ પણ રિલીઝ થવાની છે. આમ તેના ચાર પ્રોજેકટ એક પછી એક રિલીઝ થશે. સાધિકાને પડકારજનક પાત્રો ભજવવા ખુબ ગમે છે. સોશિયલ મિડીયા પર તે તેની અદાઓને કારણે સતત છવાયેલી રહે છે.

 

(9:51 am IST)