Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

કોલકત્તાનું નવું રૂપ છે લાલબાઝારમાં

ઓટીટી પ્લેટફોર્મ પર વધુ એક ફિલ્મ લાલબાઝાર રિલીઝ થઇ છે. આ ફિલ્મમાં બોલીવૂડ સિંઘમ અજય દેવગણે પોતાનો અવાજ આપ્યો છે. દેવ ડી અને બ્લેક ફ્રાઇડે જેવી ફિલ્મો કરી ચુકેલા અભિનેતા દેવેન્દ્ર ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે ફિલ્મમાં કોલકત્તાનું એક નવું રૂપ જોવા મળશે. સામાન્ય રીતે ફિલ્મો કે સિરીઝમાં કોલકત્તાને દૂર્ગા પૂજા અને નગારાના તાલ એ રીતે જ બતાવવામાં આવ્યું છે. પરંતુ આ ફિલ્મમાં પહેલી વખત કોલકત્તા પોલીસ અને તેના વિશે ખુબ જ ઉંડાણ પુર્વકની વાતો જાણવા મળશે. લોકોને આ ખુબ ગમશે. મને ફિલ્મની ઓફર મળતાં જ મેં હા કહી દીધી હતી. ફિલ્મની અભિનેત્રી સોૈરાસની મૈત્રએ કહ્યું હતું કે ફિલ્મ બંગાલી અને હિન્દી એમ બે ભાષામાં શુટ કરવામાં આવી છે. ઋષિતા ભટ્ટ પણ ખાસ રોલમાં છે. તે ટીવી પત્રકારના પાત્રમાં છે. ઋષિતાએ કહ્યું હતું આ પાત્રમાં મારી પર્સનલ અને પ્રોફેશનલ એમ બંને લાઇફ જોવા મળશે. લાલબાઝારની અસલી ઘટના પર આધારીત આ ફિલ્મમાં રેડલાઇટ એરિયામાં થતાં મર્ડરની ઘટનાઓ પણ દેખાડાઇ છે. જેને કોલકત્તા પોલીસ કઇ રીતે ઉકેલે છે તેની વાત છે.

(9:51 am IST)