Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

જોનની આગામી ફિલ્મનું કામ શરૂ

અભિનેતા જોન અબ્રાહમ અભિનય કરવાની સાથે ફિલ્મ નિર્માણનું કામ પણ કરે છે. તેની નવી ફિલ્મ સત્યમેવ જયતે-૨ ઘણા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં તેની સાથે દિવ્યાકુમાર ખોસલા મુખ્ય રોલમાં જોવા મળવાની છે. નિર્માતાઓએ ઘણા સમય પહેલા આ ફિલ્મની ઘોષણા કરી હતી. પરંતુ  લોકડાઉનને કારણે શુટીંગ શરૂ થઇ શકયું નહોતું. હવે જોન અબ્રાહમે ફિલ્મકાર મિલાપ ઝવેરી સાથે મળી સત્વમેવ જયતે-૨નું કામ હાથ પર લીધું છે. આ બંનેએ તાજેતરમાં એક મુલાકાત કરી હતી. તેમજ પોતાની તસ્વીર પણ સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી.  મિલાપે તસ્વીર સાથે લખ્યું હતું કે-મારા હલ્ક સાથે ફરીથી મુલાકાત. મારો હીરો, મારો રામ, મારો જોન અબ્રાહમ ત્રણ મહિના પછી મળ્યો. સત્યમેવ જયતે-૨નું કામ શરૂ. સત્યમેવ જયતે-૨નું પોસ્ટર અગાઉ રિલીઝ કરી દેવામાં આવ્યું હતું. જેમાં ફિલ્મ બીજી ઓકટોબરના રિલીઝ થશે તેવું લખાયું હતું. પહેલી ફિલ્મમાં બે ભાઇઓના ભ્રષ્ટાચાર સામે જોન લડતો જોવા મળ્યો હતો. હવે બીજા પાર્ટમાં હલ્ક જેવી શકિતઓનો તે ઉપયોગ કરતો દેખાશે.

(9:50 am IST)