Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ઇશ્ક મેં મરજાવા સિઝન-૨

જુલાઇમાં શુટીંગ શરૂ થઇ જવાની હેલીને આશા

લોકડાઉનને કારણે બંધ થઇ ગયેલા ટીવી સિરીયલના શુટીંગ ફરી શરૂ થઇ ગયા છે. આ કારણે હવે શોના ચાહકોને ટૂંક સમયમાં જ નવા એપિસોડ જોવા મળવા માંડશે. ઇશ્ક મેં મરજાવાની સિઝન-૨ની તૈયારી પણ થઇ ચુકી છે. જેમાં હેલી શાહ, વિશાલ વશિષ્ઠ અને રાહુલ સુધીરની મુખ્ય ભુમિકા છે. આ સિરીયલ ત્રીસમી માર્ચના રોજ કલર્સ પર શરૂ થવાની હતી. પરંતુ કોરોનાને કારણે તારીખ પાછળ ઠેલી દેવાઇ હતી. હવે ૨૯મી જુનથી શો શરૂ થવાની શકયતા છે. હેલી શાહે કહ્યું હતું કે માર્ચના અંતમાં શોની શરૂઆત થઇ જવાની હતી. પરંતુ લોકડાઉન આવી જતાં શોને અટકાવી દેવો એ જ યોગ્ય હતું. હવે અમે યોગ્ય રીતે આ શોને લોન્ચ કરીશું. હેલીએ કહ્યું હતું કે અમે આ શોની સિઝન-૨ના આઠ નવ એપિસોડ અમે તૈયાર કરી લીધા હતાં. જેનું શુટીંગ ગોવામાં થયુ છે. આમ અમારી પાસે કેટલાક એપિસોડ તૈયાર છે. જુલાઇ સુધીમાં હવે આગળનું નવું શુટીંગ શરૂ થઇ જવાની શકયતા છે. હેલી મુળ અમદાવાદની છે અને હવે તે મુંબઇ પહોંચવાની તૈયારી કરી રહી છે. તેણે કહ્યું હતું કે હવેના શોમાં અનેક ટ્વિસ્ટ અને ચોંકાવનારા સિન્સ હશે. તે શોમાં રિધ્ધીમાનો રોલ નિભાવી રહી છે.

 

(9:50 am IST)