Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

આઇફા એવોર્ડ સમારોહમાં ડાન્સ પર્ફોમ કરશે રેખા

મુંબઇ:દેવ આનંદની જેમ એવરગ્રીન ગણાતી જાજરમાન અભિનેત્રી રેખા ફરી એકવાર સક્રિય થઇ રહી હોવાની માહિતી મળી હતી. છેલ્લે એણે ૨૧ વર્ષ પહેલાં ૧૯૯૭માં એક એવોર્ડ સમારોહમાં આઇટમ પેશ કરી હતી. ૧૯૯૭માં રેખાએ એક એવોર્ડ સમારોહમાં મુકદ્દર કા સિકંદરનં સલામે ઇશ્ક ગીત અને ઉમરાવ જાનનું દિલ ક્યા ચીજ હૈ.. ગીત ડાન્સ રૃપે રજૂ કર્યું હતું અને હાજર રહેલા સૌના મન મોહી લીધાં હતાં. આજે રેખાજી ૬૩ વર્ષની ઉંમરે બેંગકોકમાં શરૃ થઇ રહેલા આઇફા એવોર્ડ સમારોહમાં એક આઇટમ રજૂ કરવાનાં છે. એ માટે પોતાના કોસ્ચ્યુમ્સ પરફેક્ટ હોય એ જોવા એમણે ટોચના ફૅશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની મુલાકાત લીધી હતી અને પોતાની જરૃરિયાતથી મનીષને વાકેફ કર્યો હતો એવું રેખાજીની નજીકનાં સૂત્રોએ કહ્યું હતું. રેખા માટે મનીષ પહેલીવાર કોસ્ચ્યુમ્સ ડિઝાઇન કરશે એવી જાણકારી પણ મળી હતી. સામાન્ય રીતે સાડીમાં સજ્જ દેખાતી રેખાએ બ્લેક ટોપ અને જિન્સ પહેરીને મનીષના સ્ટુડિયોની મુલાકાત લીધી ત્યારે જોનારા સૌ દંગ થઇ ગયા હતા.

(4:48 pm IST)