Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

મલ્લિકા શેરાવત નજરે પડશે ટીવી શોમાં

મુંબઇ:એક સમયે સેક્સ બોમ્બના હુલામણા નામે જાણીતી અભિનેત્રી મલ્લિકા શેરાવત એક અમેરિકી હિટ ટીવી શોની ભારતીય આવૃત્તિમાં ચમકશે એવી જાણકારી મળી હતી. આ અમેરિકી શો ધ ગૂડ વાઇફ અમેરિકા અને યૂરોપના દેશોમાં હિટ નીવડયો છે. અમેરિકામાં તો આ શો સાત સીઝન સુધી હિટ રહ્યો હતો અને ૨૦૧૬માં પૂરો થયો હતો. હવે એનું ભારતીયકરણ રજૂ થવાનું છે. એનું નિર્માણ અને એમાં અભિનય બંને મલ્લિકા કરવાની છે.  હતી.  ધ ગૂડ વાઇફમાં મુખ્ય પાત્ર એલિશિયા ફ્લોરિક અભિનેત્રી જુલિયાના માર્ગ્યુલીઝે ભજવ્યું હતું. ભારતીય શોમાં આ પાત્ર મલ્લિકા પોતે કરવાની છે.  આ અંગે બોલતાં મલ્લિકાએ કહ્યું કે આ શો રજૂ કરવાના મુદ્દે હું ખૂબ ઉત્તેજિત છું. સીબીએસે મારા પર વિશ્વાસ રાખીને મને આ શો કરવાની પરવાનગી આપી એ માટે હું ગૌરવ અનુભવું છું. હું મૂળ શોનું સ્ટાન્ડર્ડ જાળવીને મુખ્ય પાત્રને સાર્થક કરવાનો બેસ્ટ પ્રયાસ કરીશ. આ સિરિયલના અન્ય પાત્રો વિશે હજુ કશું નક્કી થયું નથી એમ મલ્લિકાના પ્રવક્તાએ કહ્યંુ હતું. છેલ્લે મલ્લિકા ચાઇનીઝ ફિલ્મ ટાઇમ રેઇડર્સ (૨૦૧૬) માં દેખાઇ હતી.

(4:42 pm IST)