Gujarati News

Gujarati News

News of Sunday, 22nd April 2018

શાહિદ કપૂર સહિત અનેક સેલીબ્રીટીશનને મળ્યા દાદા સાહેબ ફાળકે અવોર્ડ

મુંબઈ: સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતમાં રાજા રાવલ રતન સિંહનુ દમદાર કેરેક્ટર કરનારા એક્ટર શાહિદ કપૂરને દાદા સાહેબ ફાળકે એક્સેલેન્સ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. બાહુબલીની એક્ટ્રેસ તમન્ના ભાટિયાને ફિલ્મ માટે આઉટસ્ટેન્ડિંગ પર્ફોમન્સ માટે અવોર્ડ આપવામાં આવ્યો છે. કરણ જોહરને પણ કોફી વિથ કરણ માટે બેસ્ટ ટીવી હોસ્ટનો અવોર્ડ આપવામાં આવ્યો છે.

સિમ્મી ગરેવાલને લાઈફટાઈમ અચીવમેન્ટ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ સિવાય શિલ્પા શેટ્ટીને બેસ્ટ રિયાલિટી શૉ જજ, દિવ્યા ખોસલાને આઉટસ્ટેન્ડિંગ શોર્ટફિલ્મ બુલબુલ માટે અવોર્ડ મળ્યો. ન્યૂટન માટે અભિનેતા રાજકુમાર રાવને આઉટસ્ટેન્ડિંગ અવોર્ડ આપવામાં આવ્યો.

રાજકુમાર રાવે આ ઈવેન્ટમાં જણાવ્યું કે, મને ગર્વ છે કે હું ન્યૂટન ફિલ્મનો ભાગ બન્યો. સેરેમનીમાં બાહુબલી એક્ટ્રેસ તમન્ના ભાટિયાના માતા-પિતા પણ હાજર રહ્યા હતા. તમન્નાના પિતાએ કહ્યું કે, એક પિતા તરીકે મને મારી દીકરી પર ગર્વ છે.

બોલિવૂડ સિવાય ટીવી એક્ટર્સને પણ તેમના યોગદાન બદલ પુરસ્કાર આપવામાં આવ્યા. બેપનાહ ફેમ એક્ટ્રેસ જેનિફર વિંગેટને બેસ્ટ એક્ટ્રેસ ડ્રામાનો પુરસ્કાર આપવામાં આવ્યો. બિગ બોસ માટે હિના ખાનને બેસ્ટ એન્ટરટેનર ફોર રિયાલિટી શૉનો પુરસ્કાર આપવામાં આવ્યો.

કરણ પટેલને બેસ્ટ એક્ટર મેલનો અવોર્ડ મળ્યો. સુમોના ચક્રવર્તીને બેસ્ટ કોમિક પર્ફોમર ઓફ ધ યરનો અવોર્ડ મળ્યો. વિકાસ ગુપ્તાને બ્રેક થ્રુ આર્ટિસ્ટ ઓફ ધ યરનો અવોર્ડ મળ્યો.

(12:19 pm IST)