Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડસ-૨૦૧૮ જાહેર : શ્રેષ્ઠ ફિલ્મ રેવા

શ્રેષ્ઠ અભિનેત્રી સુજાતા મહેતા : શ્રેષ્ઠ અભિનેતા અંશુલ ત્રિવેદી

૨ાજકોટ તા. ૨૨ : ગુજરાતી કલાકારો લેખકોને પ્રોત્સાહીત કરવા મુંબઇના આંગણે તાજેતરમાં ટ્રાન્સમીડિયા એવોર્ડસ-૨૦૧૮ સમારોહ યોજાય ગયો.

ગુજરાત ટુરીઝમે મુખ્ય પ્રાયોજક તરીકે સમારોહની ગરીમા વધારી હતી.

સમારોહના એક દિવસ પૂર્વે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મોની સબસીડી નીતિમાં નવા સુધારા વધારા જાહેર કરવામાં આવ્યા તે અંગે ધારાસભ્ય અને અભિનેતા હિતુ કનોડીયાએ મંચ પરથી માહીતી શેર કરી હતી.

ટ્રાન્સમીડિયાના એમ.ડી. જસ્મીન શાહે પ્રોત્સાહક નીતિ વિષે જાણકારી આપેલ. મનોહર કાનુનગો સ્મૃતિમાં આ વર્ષે જૈનરત્ન એવોર્ડ જાહેર કરવામાં આવેલ. આ વર્ષે સન્માન ટેકસટાઇલ ઉદ્યોગમાં અગ્રેસર સમાજસેવી જે. બી. જૈનને એનાયત કરવામાં આવેલ. ગોવિંદભાઇ પટેલની સ્મૃતિમાં મહારથી એવોર્ડનું નામાંકન ગોવિંદભાઇ પટેલ મહારથી એવોર્ડ કરવામાં આવેલ. જે નિર્માતા, દિગ્દર્શક ઇન્દ્રકુમાર અને અશોક ઠાકરીયાને એનાયત થયેલ.

વિશ્વમ મહીલા દિવસના સંદર્ભમાં ધીરૂભાઇ અંબાણી વિશેષ એવોર્ડ મહીલા એન્ટરપ્રેનીયોર અને મહિલા જાગૃતિ તેમજ મહિલા સશકિતકરણ માટે 'રૂઝાન ખંભાતા' ને એનાયત થયો. હેમુ ગઢવી એવોર્ડ લોકગાયક 'કરશન સાગઠીયા' ને અને મહેશ નરેશ વિશેષ એવોર્ડ 'સચિન જીગર' ને એનાયત થયેલ.

ટ્રાન્સમીડિયા વિશેષ એવોર્ડ લોકગાયિકા ગીતા રબારીને એનાયત થયેલ. સરપ્રાઇઝ તરીકેનો એવોર્ડ કિશોર ઝાટકીયાને એનાયત થયો.

લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડનું સન્માન મેળવનાર ગોપી દેસાઇ અને હોમી વાડીયાને શ્રીમતી ભાવના કામદાર તરફથી રૂ.૫૧૦૦૦ અને મુંબઇ શ્રેષ્ઠ નાટક વિજેતા અવની પ્રોડકશન અમી ત્રિવેદી વોરા, નિમેશ દિલીપરાય, 'ધર્મો રક્ષતિ' ને શ્રીમતી રૂપા આનંદ પંડિત તરફથી રૂ.૫૧૦૦૦ નું રોકડ પુરસ્કાર એનાયત થયેલ. પ્રવિણ કોટક (ઇસ્કોન) તરફથી શ્રેષ્ઠ ગુજરાતી નાટકના પણ રૂ.૫૧૦૦૦ ના રોકડ પુરસ્કાર જાહેર થયો. આ વર્ષે શ્રેષ્ઠ ગુજરાતી નાટક 'એક આત્મા શુધ્ધ  ગૌતમ બુધ્ધ' આર્ટીઝમ થીએટર સુરતને ફાળે ગયો.

શ્રેષ્ઠ ફિલ્મ ક્રિટીક એવોર્ડ 'બેક બેન્ચર' ફિલ્મને, રેડ એફ એમ લસ્નર્સ ચોઇ પોપ્યુલર ફિલ્મ 'શરતો લાગુ' ને તો શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ 'રેવા' જાહેર થયેલ.

શ્રેષ્ઠ અભિનેત્રી 'ચિત્કાર' ના સુજાતા મહેતા, શ્રેષ્ઠ અભિનેતા 'ઓકસીજન' માટે અંશુલ ત્રિવેદી જાહેર થયેલ.

સમારોહનો પ્રારંભ યોગેશ ગઢવીએ ચારણી શૈલીમાં કરાવેલ. તિહાઇ ધ મ્યુઝીક પીપલ અમદાવાદ દ્વારા રજુ થયેલ ધમાકેદાર પરફોર્મન્સમાં કૃણાલ સોનીની કોરીયોગ્રાફીમાં જાનકી વૈદ્ય, કિરણ આચાર્ય, યતીન પરમાર, કેતન સાગર, મેની રાવલ, જીગરદાન ગઢવી, કોમલ ઠકકર, ગીતા રબારી, દેવેન્દ્ર પંડિત, હિતુ કનોડીયા, મોના થીબાએ વિવિધ ગીતો પર પરફોર્મન્સ આપ્યુ હતુ. ટ્રાન્સ મીડીયાના વિશેષ ગીતના શબ્દો અભિલાષા ઘોડાના હતા. ઇવેન્ટ મંચ સજાવટ મુંજાલ થીમ્સ એન્ડ ઓકેશન્સ ના રાજુ સાવલાએ સંભાળી હતી. પ્રયાર પ્રસાર કાર્ય રાજકોટના જનસંપર્ક અધિકારી વિજય કારીયાએ કર્યુ હતુ. (૧૬.૨)

(11:38 am IST)