Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ટીવી અભિનેત્રી છવી બનશે બીજી વખત મા

ટીવી અભિનેત્રી છવી મિત્તલ ફરીથી મા બનવાની છે. તીન બહુરાનીયા, તુમ્હારી દિશા, ઘર કી લક્ષ્મી બેટીયાં, બંદીની, નાગીન,  એક ચુટકી આસમાન, ટ્વિંકલ બ્યુટી પાર્લર, વિરાસત, ક્રિષ્નદાસી જેવા શો કરી ચુકેલી છબી એક વિવાહ ઐસા ભી અને કૈસે કહે નામની ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે. ૨૦૦૫માં મોહિત હુશેન સાથે લગ્ન કરનારી છવી ૨૦૧૨માં પહેલી વખત મા બની હતી. તે હાલમાં ફરીથી પ્રેગનન્ટ છે અને પોતાની પ્રેગનન્સીની વાતો સોશિયલ મિડીયા પર સતત કરતી રહે છે અને તસ્વીરો પણ પોસ્ટ કરતી રહે છે. તે અન્ય સગર્ભાઓને પણ સલાહ આપતા કહે છે કે આ સમયમાં વિટામીનનું વધુ સેવન જરૂરી હોય છે અને ડોકટર વધુને વધુ પોષણયુકત ખોરાકની સલાહ આપે છે. પગમાં સોજા ચડવાની સમસ્યા સામાન્ય હોય છે. સગર્ભા દ્વારો આલ્કોહોલ સહિતના કેફી પીણાનું સેવન થાય તો તે ગર્ભસ્થ બાળક માટે ખુબ જોખમી બને છે. વધુ ખોરાક પણ લેવો જોઇએ નહિ. દિવસમાં થોડુ થોડુ ભોજન વારંવાર લેવું જોઇએ. અમુક એકસરસાઇઝ પણ કરવી જરૂરી છે.

(9:41 am IST)