Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

'કિક-2'માં સલમાનની હિરોઈન બની શકે છે એમી જેક્શન

મુંબઈ:સાજિદ નડિયાદવાળાએ થોડા દિવસ અગાઉ આવનારી ફિલ્મ કિક ૨ની ઘોષણા કરી દીધી છે. ફિલ્મમાં સલમાન ખાન મુખ્ય પાત્ર ભજવી રહ્યો છે. જ્યારે હાલ અભિનેત્રી તરીકે એમી જેકસનનું નામ બોલાઇ રહ્યું છે. ફિલ્મમાં પહેલા જેકલિન ફર્નાન્ડિસનું નામ બોલાતું હતું. પરંતુ હવે લાગે છે કે ફિલ્મમાંથી તેનું પત્તુ કપાઇ ગયું છે. જેકલિન હાલ સલમાન સાથે રેસ ૩માં કામ કરી રહી છે. કહેવાય છે કે જેકલિનના સ્થાને હવ ેઅમી જેકસનનું નામ ચર્ચાઇ રહ્યું છે. હાલ એમી ફિલ્મ રોબોટ ૨ને કારણે ચર્ચામાં છે. એમી છેલ્લે નવાજુદ્દીન સાથે ફ્રિકી અલીમાં  જોવા મળી હતી. જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ નીવડી હતી. એમી સોશયલ મીડિયા પર ઘણી સક્રિય છે. તેણેઅક્ષય કુમાર સાથે િંસંઘ ઊઝ બ્લિંગમાં કામ કર્યું છે.  ઉલ્લેખનીય છે કે સલમાનની ફિલ્મ ૨૦૧૯ના નાતાલના રિલીઝ થાય તેવી યોજના છે.

 

 

(3:36 pm IST)