Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ઓશોની બાયોપિક બનાવશે કરણ જોહર

મુંબઇ: ફિલ્મ સર્જક કરણ જોહરે દુનિયાભરમાં તહલકો મચાવનારા અને અનેક વિવાદો સર્જનારા આચાર્ય રજનીશ ઉર્ફે ઓશોની બાયો ફિલ્મ બનાવવાનંુ પ્લાનિંગ કરી રહ્યા હોવાની માહિતી મળી હતી. એક મૈં ઔર એક તુ તથા કપૂર એન્ડ સન્સ જેવી ફિલ્મોના ડાયરેક્ટર શકુન બાત્રાને કરણ જોહરે ફિલ્મના ડાયરેક્ટર તરીકે પસંદ કર્યા હોવાની માહિતી પણ સાથોસાથ મળી હતી. ફિલ્મ ઉદ્યોગના ધુરંધર કહેવાય એવા ફિલ્મ સર્જક મહેશ ભટ્ટ, ગયા વરસે કેન્સરનો ભોગ બનીને મરણ પામેલા ટોચના અભિનેતા વિનોદ ખન્ના, રહસ્યમય સંજોગોમાં મરણ પામેલી ટોચની અભિનેત્રી પરવીન બાબી અને ટોચના ફિલ્મ સર્જક વિજય આનંદ જેવા સર્જકો એક તબક્કે આચાર્ય રજનીશના શિષ્ય બન્યા હતા અને થોડા સમય માટે બોલિવૂડ છોડીને રજનીશજીની સાથે રહેવા ગયા હતા. આચાર્ય રજનીશ એક તબક્કે ભગવાન તરીકે અને ત્યારબાદ ઓશો તરીકે સંબોધાયા હતા. તેમણે વિવિધ ધર્મો અને સંતો-આધ્યાત્મિક સ્ત્રી-પુરૂષો  વિશે અઢળક વાંચન કરીને હજારો વ્યાખ્યાનો આપ્યા હતા અને તેમના સંભોગ સે સમાધિ તક વિષયના વ્યાખ્યાનોએ રૃઢિચુસ્ત સમાચમાં જબરો ખળભળાટ સર્જ્યો હતો. ફિલ્મની સ્ક્રીપ્ટ અને કાસ્ટિંગ અંગે હજુ કોઇ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી પરંતુ વિશ્વસનીય સૂત્રોના કહેવા મુજબ ટોચનો અભિનેતા રણવીર સિંઘ મુખ્ય રોલ માટે પસંદ થાય એવી શક્યતા છે. હાલ તુરત તો કરણ જોહર કેમ્પ મુદ્દે મૌન સેવી રહ્યો છે.

 

 

(3:36 pm IST)