Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

હોરર ફિલ્મ 'અમાવસ'માં જોવા મળશે નરગીસ ફાખરી

મુંબઈ: બોલીવુડની રોકસ્ટાર ગર્લ નરગીસ ફાખરી ફિલ્મ 'અમાવસ'માં કામ કરીને ફરી એકવાર બોલીવુડમાં કમબેક કરવા જઈ રહી છે. નરગીસે ફિલ્મ રોક્સ્ટારથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં હીરો તરીકે રણબીર કપૂર હતો.ત્યાર પછી મદ્રાસ કેફે અને મેં તેરા હીરો જેવી ફિલ્મોમાં નરગીસે કામ કર્યું હતું. નરગીસ હવે હોરર ફિલ્મથી બોલીવુડમાં કમબેક કરવા જય રહી છે. હોરર ફિલ્મ અમાવસનું શૂટિંગ શરૂ થી ચકયું છે. પહેલા ભાગનું શૂટિંગ લંડનમાં ચાલુ કરવામાં આવ્યું છે જે 35 દિવસ સુધી ચાલશે.આ ફિલ્મનો એક ફોટો સામે આવ્યો છે જેમાં નરગીસ ફિલ્મના નિર્દેશક ભૂષણ પટેલ અને કો-સ્ટાર સાચી જોશી સાથે જોવા મળી રહી છે.

(3:35 pm IST)