Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

કોરોના ન નડે તો ૧૮ માર્ચના, નહિતર ૨૮ એપ્રિલે સિનેમાઘરમાં આવશે ‘આરઆરઆર'

રામચરણ, જુનીયર એનટીઆરની મુખ્‍ય ભુમિકાઃ અજય દેવગણ, આલિયા ભટ્ટના પણ મહત્‍વના પાત્રોઃ પ્રમોશન પાછળ થઇ ગયો છે કરોડોનો ખર્ચ

મુંબઇ તા. ૨૨: એસએસ રાજામૌલીની એક્‍શન ફિલ્‍મ રાઇઝ રોર રિવોલ્‍ટ (આરઆરઆર)ની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. કોરોનાને કારણે આ ફિલ્‍મની રિલીઝ ડેટમાં સતત ફેરફાર થતો રહ્યો છે. હવે આ ફિલ્‍મ ૧૮મી માર્ચના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવાનો નિર્ણય નિર્માતાઓએ લીધો છે. પરંતુ જો કોરોના નહિ નડે તો જ ૧૮ માર્ચના રિલીઝ થશે. નહિતર ૨૮ એપ્રિલના રોજ આ ફિલ્‍મ રિલીઝ કરવામાં આવશે.

નિર્માતાઓએ આ બંને તારીખો બૂક કરાવી રાખી છે. નિમાતા ટીમ કહે છે જો દેશમાં મહામારીની સ્‍થિતિ સારી થઈ જાય છે અને તમામ થિયેટર સમગ્ર ક્ષમતા સાથે કામ કરવા માટે ખુલી જાય તો અમે ૧૮ માર્ચએ ફિલ્‍મ રિલીઝ કરવા માટે તૈયાર છીએ. અન્‍યથા, ૨૮મી એપ્રિલના રોજ રિલીઝ થશે.

દક્ષિણના સ્‍ટાર રામ ચરણ અને એનટી રામારાવ જુનિયર દ્વારા અભિનીત તેલુગુ ભાષાની ફિલ્‍મ ડીવીવી એન્‍ટરટેનમેન્‍ટ્‍સ દ્વારા નિર્મિત છે. ટીમે ફિલ્‍મનુ જોરદાર પ્રમોશન પણ શરૂ કરી દીધુ હતુ જે સમગ્ર ભારતમાં કરવામાં આવી રહ્યુ હતુ.  પરંતુ મહામારીને કારણે પ્રમોશનનું કામ પણ અટકાવવું પડયું છે. ફિલ્‍મમાં બોલીવૂડ સુપર સ્‍ટાર અજય દેવગણ અને આલિયા ભટ્ટ પણ મહત્‍વની ભુમિકામાં છે.

આઆરઆર ફિલ્‍મ ૨૦મી સદીની શરૂઆતના બે સ્‍વાતંત્ર્ય સેનાનીઓ અલ્લૂરી સીતારામ રાજુ (રામચરણ) અને કુમરામ ભીમ (એનટીઆર જુનિયર)ના જીવન પર આધારિત એક કાલ્‍પનિક કહાની છે.

(3:59 pm IST)