Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

કોઇ પાર્ટીઅે ચૂંટણી લડવા માટે મારો સંપર્ક કર્યો નથી, હાલ મારૂં ધ્યાન માત્ર ફિલ્મો ઉપર છે, રાજકારણ ઉપર નહીંઃ કરિના કપૂર

ભોપાલઃ ગુડ્ડુના નામથી મશહૂર અેવા ભોપાલના કોંગ્રેસ કોર્પોરેટર યોગેન્‍દ્ર સિંહમધ્ય પ્રદેશના જનસંપર્ક મંત્રી પી સી શર્માના નજીકના ગણાય છે. ચૌહાણે રાહુલ ગાંધીને પાઠવેલા પત્રમાં લખ્યું છે કે 2019ની ચૂંટણી આપણા માટે મહત્વપૂર્ણ છે. ભોપાલ લોકસભા બેઠક પર વર્ષોથી સતત ભાજપનો કબ્જો છે. આથી આ બેઠક માટે કરીના કપૂર યોગ્ય ઉમેદવાર સાબિત થશે.

આ બાજુ કરીના કપૂરે આ અંગે જવાબ આપી દીધો છે. કરીના કપૂરે સ્પષ્ટતા કરતા કહ્યું કે ચૂંટણી લડવાના અહેવાલોમાં કોઈ સચ્ચાઈ નથી. કોઈ પણ પાર્ટીએ ચૂંટણી લડવા અંગે મારો એપ્રોચ કર્યો નથી. કરીનાએ કહ્યું કે હાલ તો તેનું ધ્યાન માત્ર ફિલ્મો પર છે, રાજકારણ પર નહીં.

અત્રે જણાવવાનું કે કરીના પટૌડી ખાનદાનની પુત્રવધુ છે અને યુવાઓમાં ખાસ્સી લોકપ્રિય છે. જેને લઈને કરીનાને ચૂંટણીના મેદાનમાં ઉતારવાની માંગણીઓ થઈ રહી છે. ભોપાલ બેઠક ભાજપનો ગઢ છે. છેલ્લા 30 વર્ષથી આ બેઠક પર ભાજપનો કબ્જો છે. ભાજપે આ બેઠક પહેલીવાર 1989માં જીતી હતી અને ત્યારબાદ સતત આઠ વર્ષથી આ બેઠક ભાજપ જીતે છે. કરીના ભોપાલના નવાબ અને વંશજ તથા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મન્સૂર અલી ખાન પટોડીની પુત્રવધુ છે. કરીનાના લગ્ન બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન સાથે થયા છે.

1989માં આ બેઠક હાર્યા બાદ કોંગ્રેસે કરીના કપૂરના સસરા મંસૂર અલી ખાન પટોડીને પણ 1991માં ભોપાલ બેઠકથી ઉમેદવાર બનાવ્યાં હતાં. પરંતુ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી, ક્રિકેટર કપિલ દેવની સાથે સાથે પત્ની તથા બોલિવૂડ અભિનેત્રી શર્મિલા ટાગોર જેવી હસ્તીઓના મબલક પ્રચાર છતાં ભાજપ પાસેથી બેઠક છીનવી શક્યા નહતાં. ત્યારે તેમને ભાજપના સુશીલચંદ્ર વર્માએ એક લાખથી વધુ મતોથી હરાવ્યાં હતાં.

(5:20 pm IST)