Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

સારા અલી ખાન અને વરૂણ ધવનની ગોવાના બીચ પરની રોમેન્‍ટીક તસ્‍વીરો ઇન્‍સ્‍ટાગ્રામમાં છવાઇ

ગોવામાં યોજાયેલ ભારતીય સિનેમાના 100 વર્ષના ઉજવણીના ભાગરૂપે ફિલ્‍મી સિતારાઓ પરફોર્મન્‍સ આપશે

મુંબઇઃ ગોવામાં ઇન્‍ટરનેશનલ ફિલ્‍મ ફેસ્‍ટીવલમાં પરફોર્મન્‍સ આપવા માટે આવેલા ઘણા ફિલ્‍મી સિતારાઓ ગોવામાં છે. ગોવા બીચ પર સારા અલી ખાન અને વરૂણ ધવનની મનમોહક તસ્‍વીરો સોશ્‍યલ મીડિયામાં છવાઇ ગઇ છે.

બોલીવુડ અભિનેતા વરૂણ ધવન આ દિવસોમાં પોતાની નવી ફિલ્મ ભેડિયાના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે કૃતિ સેનન સાથે જોવા મળશે. પરંતુ આ વચ્ચે વરૂણ ધવન ફિલ્મના પ્રમોશનથી બ્રેક લઈને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022 માટે ગોવા પહોંચી ગયો છે, તેણે સોશિયલ મીડિયા પર સારા અલી ખાન સાથે પોતાનો એક ફોટો પોસ્ટ કર્યો છે, જે ખુબ વાયરલ થઈ રહ્યો છે. 

બંનેએ બીચ પર ક્લિક કરી સેલ્ફી

વરૂણ ધવને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરને શેર કરી છે, જેમાં તે સારા અલી ખાન સાથે ગોવાના બીચ પર સેલ્ફી લેતો જોવા મળી રહ્યો છે. ફોટોમાં સારા અલી ખાન રેડ કલરની બિકિનીમાં છે. તો વરૂણ ધવન શર્ટલેસ જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં બંને સિતારાની બોન્ડિંગ જોવા મળી રહી છે. વરૂણે આ તસવીરને શેર કરતા લખ્યું, iffi2022. સારાએ પણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વરૂણની સાથે ફોટો પોસ્ટ કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે- Sea You.

ફેસ્ટિવલમાં પરફોર્મ કરશે સારા અને વરૂણ

ગોવામાં આજે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2022 શરૂ થયો છે, જેમાં આ વર્ષે ભારતીય સિનેમાના 100 વર્ષ થવાના જશ્નની ઉજવણી કરવામાં આવશે. આ ફેસ્ટિવલમાં સારા અને વરૂણ ધવન પરફોર્મ કરશે. તો આર્યન, મૃણાલ ઠાકુર અને ઘણા અન્ય સિતારાઓ પણ પરફોર્મ કરવાના છે. 

વરૂણ અને સારાની ફિલ્મો

નોંધનીય છે કે સારા અલી ખાન અને વરૂણ ધવન કુલી નંબર 1માં સાથે કામ કરી ચુક્યા છે, જેમાં બંનેની કેમેસ્ટ્રી ખુબ પસંદ કરવામાં આવી હતી. હવે વરૂણ પોતાની નવી ફિલ્મ ભેડિયાની રિલીઝની રાહ જોઈ રહ્યો છે, જે 25 નવેમ્બર 2022ના સિનેમાઘરોમાં રિલીઝ થશે. તો સારા ડાયરેક્ટર લક્ષ્મણ ઉતેકરની ફિલ્મમાં જોવા મળશે. પરંતુ હજુ આ ફિલ્મના ટાઇટલની જાહેરાત થઈ નથી. 

(6:03 pm IST)