Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

સાઉથ અભિનેતા નાગા શૌર્યએ ગર્લફ્રેન્ડ અનુષા શેટ્ટી સાથે કર્યા લગ્ન

મુંબઈ: લોકપ્રિય તેલુગુ અભિનેતા નાગા શૌર્યાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેની લાંબા સમયથી ગર્લફ્રેન્ડ અને ઇન્ટિરિયર ડિઝાઇનર અનુષા એન. શેટ્ટીએ મંગળસૂત્ર બાંધતી તસવીર શેર કરી છે. બેંગલુરુની એક હોટલમાં રવિવારે તેઓ એક ખાનગી સમારંભમાં લગ્નના બંધનમાં બંધાયા. લગ્ન પહેલાની ઉજવણી અને લગ્ન સમારંભ બંનેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.તસવીરમાં, કપલ તેમના પરંપરાગત લગ્નના પોશાકમાં ખૂબસૂરત દેખાઈ રહ્યું હતું. અભિનેતાએ કેપ્શનમાં લખ્યું, "મારા જીવનભરની જવાબદારીનો પરિચય." વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કપલ માટે તેમના ચાહકો અને મિત્રો તરફથી અભિનંદન સંદેશાઓ વહેતા થયા. તેમની પ્રી-વેડિંગ સેલિબ્રેશન 19 નવેમ્બરે થઈ હતી, જેમાં મહેંદી સેરેમની અને કોકટેલ પાર્ટી સામેલ હતી. તસ્વીરોમાં, નાગા વાદળી કુર્તા પહેરેલા જોઇ શકાય છે જ્યારે અનુષાએ ફ્લોરલ એમ્બ્રોઇડરીવાળો લહેંગા પહેર્યો હતો.

(5:36 pm IST)