Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

‘ધારાવી બેન્‍ક'માં મારૂં પાત્ર મારા સ્‍વભાવ કરતાં તદ્દન અલગ છેઃ સોનાલી કુલકર્ણી

‘ધારાવી બેન્‍ક'માં મારૂં કેરેક્‍ટર અભિમાની, કઠોર દિલની અને કાવતરાં કરનારી મહિલાનું છે

મુંબઇ,તા. ૨૧ : સોનાલી કુલકર્ણીનું કહેવું છે કે ‘ધારાવી બેન્‍ક'માં મારું પાત્ર મારા સ્‍વભાવ કરતાં એકદમ અલગ છે. આ વેબ-સિરીઝમાં તે મુખ્‍ય પ્રધાન જાનવી સુર્વેના રોલમાં દેખાઈ રહી છે. એમાં સુનીલ શેટ્ટી અને વિવેક ઓબેરોય પણ લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. એમએક્‍સ પ્‍લેયર પર સ્‍ટ્રીમ થઈ રહેલી આ સિરીઝને ઝી સ્‍ટુડિયોઝે પ્રોડ્‍યુસ કરી છે. પોતાના રોલ વિશે સોનાલીએ કહ્યું કે ‘મારી પર્સનાલિટી હંમેશાં આનંદમાં રહેનારી, મજેદાર અને પ્રામાણિક જેવી છે. એથી મારા માટે જાનવી સુર્વેનો રોલ ભજવવો અઘરો હતો.

‘ધારાવી બેન્‍ક'માં મારું કેરેક્‍ટર અભિમાની, કઠોર દિલની અને કાવતરાં કરનારી મહિલાનું છે. એ મારા સ્‍વભાવ કરતાં એકદમ અલગ છે. એક એક્‍ટર તરીકેની મારી વર્સેટાલિટીની કસોટીની એ પ્રોસેસને મેં એન્‍જોય કરી છે.

(5:38 pm IST)