Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

'ભારત'માં કેટરીના કૈફનો રોલ વધુ મહત્વનો બન્યો

આમિર ખાન સાથે ધૂમ-૩ પછી ઠગ્સ ઓફ હિન્દોસ્તાનમાં કામ કરી ચુકેલી કેટરીના કૈફ હાલમાં સલમાન ખાન સાથે 'ભારત'માં મુખ્ય રોલ નિભાવી રહી છે. કેટરીનાને આ રોલ પ્રિયંકા ચોપડાની જગ્યાએ મળ્યો છે. આમ પણ દર્શકોને સલમાન-કેટરીનાની પરદા પરની જોડી ખુબ ગમે છે. ખુબ મોટા બજેટની આ ફિલ્મમાં કેટરીનાનો રોલ વધુ મહત્વનો બનાવી દેવાયો છે. નિર્દેશક અલી અબ્બાસ આ ફિલ્મ માટે ખુબ ગંભીરતાથી કામ કરી રહ્યા છે. તેણે ફિલ્મના કેટરીનાના લૂકને છુપાવીને રાખ્યો છે. પહેલા રોલ પ્રિયંકાને લઇને લખાયો હતો. પણ હવે કેટરીના એ પાત્ર માટે આવી જતાં અલગ જ લૂક અપાયો છે. ફિલ્મનું શુટીંગ ધમધોકાર ચાલી રહ્યું છે. વાઘા બોર્ડરનો સેટ પણ ઉભો કરાયો છે. કેટરીનાના ડાયલોગ્સ ઉપરાંત એકશન તથા બીજા દ્રશ્યો પણ વધારી દેવામાં આવ્યા છે. ફિલ્મમાં નોરા ફતેહી, દિશા પટાની, સુનિલ ગ્રોવર પણ છે.

(10:35 am IST)