Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

અભિનેત્રી કરીના કપૂરનો જન્મદિનઃ સૈફ અલી ખાને આપેલી પાર્ટીમાં તેરા હેપ્પી બર્થ-ડે ગીત વાગતુ સંભળાયુ

નવી દિલ્હી :આજે બોલિવુડની પૂ એટલે કે કરીના કપૂર ખાનનો જન્મદિવસ છે. પોતાના બર્થડે સેલિબ્રેશન માટે તે આખી ફેમિલી સાથે પટૌડી પેલેસ પહોંચી હતી. કરીનાએ પોતાની ફેમિલી સાથે પ્રાઈવેટ પાર્ટીમાં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. જોકે, આ પાર્ટી પ્રાઈવેટ હોવા છતા તેની તસવીરો સોશિયલ મીડિયા પર આવી ગઈ છે, અને જોતજોતામાં વાયરલ થઈ છે. કરીનાના બર્થડે સૈફ અલી ખાને ખાસ અંદાજમાં ઉજવ્યો હતો. તો આ સેલિબ્રેશનમાં કરિશ્મા કપૂર પણ સામેલ થઈ હતી. આ પાર્ટીની અનેક તસવીરો સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે.

વાયરલ થયેલા વીડિયોમાં કરીના ચોકલેટ કેક કાપતી નજર આવી રહી છે. આ વીડિયોમાં સૈફ કરીનાની પાછળ તાળીઓ વગાડતો જોવા મળ્યો હતો. વીડિયોમાં દિલજીત દોસાંજનું ગીત ‘તેરા હેપ્પી બર્થ ડે...’ વાગતુ સંભળાઈ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, કરીનાની આગામી ફિલ્મ ગુડ ન્યૂઝમાં દિલજીત દોસાંજ સાથે જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે, હાલ કરીના પોતાના પ્રોજેક્ટ્સમાં બહુ જ બિઝી છે. ટીવીથી લઈને ફિલ્મોમાં તે અનેક પ્રોજેક્ટ્સના શૂટ કરી રહી છે. તે હાલ રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સમાં જજ બની છે. તો આ ઉપરાંત અક્ષય કુમાર, દિલજીત દોસાંજ અને કિયારા અડવાણીની સાથે ફિલ્મ ગુડ ન્યૂઝમાં નજર આવવાની છે.

બીજી તરફ, કરણ જૌહરની મલ્ટી સ્ટારર ફિલ્મ તખ્તમાં પણ તે જોવા મળશે. આ સાથે જ ઈરફાન ખાનની અંગ્રેજી મીડિયમમાં પણ જોવા મળશે.

(4:40 pm IST)