Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વેબ સિરીઝમાં લીડ રોલમાં વિદ્યા બાલન

મુંબઇ:  દેશની પ્રથમ  માત્ર મહિલા વડાપ્રધાન ઇંદિરા ગાંધી પર એક સીરીઝ બનાવવાની તૈયારી ચાલી રહી છે. આ સીરીઝમાં વિદ્યા બાલન ઇંદિરા ગાંધીના પાત્રમાં જોવા મળશે.આ વેબ સીરીઝનું દિગ્દર્શન રિતેશ બત્રા કરશે. વિદ્યા ઉપરાંત આ સીરીઝમાં રિફાન, નિમરત કૌર અને નવાઝુદ્દીન સિદ્દીકી અભિનય કરશે. વિદ્યાએ આ વરસની શરૂઆતમાં જ કહ્યું હતું કે તે ઇંદિરા ગાંધી પર બનનારી એક વેબ સીરીઝમાં કામ કરવાની તૈયારી કરી રહી છે. તેણે કહ્યું હતું કે, '' હું એક વેબ સીરીઝની તૈયારી કરું  છું, જે ઇંદિરા ગાંધીના જીવન પર આધારિત છે. અમે બધા જ આ માટે પ્રયાસ કરી રહ્યા છીએ. જોકે આ સીરીઝ બનાવાનું કામ સરળ નથી, આમ કરવામાં  સમય પણ લાગશે પરંતુ અમે આ સીરીઝને ઉત્તમ બનાવાના તમામ પ્રયાસ કરશું.''

(5:24 pm IST)