Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

આલિયા માટે ખાસ બનશે આવતું વર્ષ

અભિનેત્રી આલિયા ભટ્ટ પાસે ફિલ્મોની લાઇનો લાગી છે. હાલમાં તે સડક-૨નું શુટીંગ કરી રહી છે. આ ઉપરાંત તેની પાસે બ્રહ્માસ્ત્ર અને તખ્ત નામની ફિલ્મો છે. તો સંજય લીલા ભણશાલીની સલમાન ખાન સાથેની ફિલ્મ 'ઇંશાઅલ્લાહ' પણ છે. તે પહેલી વખત સલમાન સાથે કામ કરી રહી છે. આલિયાએ કહ્યું હતું કે મને આ ફિલ્મની ઓફર મળતાં જ હું ખુશીથી ઉછળી ઉઠી હતી. હું ત્યારે મુંબઇમાં નહોતી, મને ફોન આવ્યો ત્યારે ખબર પડી હતી કે મને સંજય લીલા ભણશાલીની ફિલ્મમાં સલમાન ખાન સાથે લેવામાં આવી છે. હું ફટાફટ મુંબઇ પહોંચી હતી અને ખુશીથી પાંચ મિનિટ સુધી ઠેકડા માર્યા હતાં! આલિયાએ બ્રહ્માસ્ત્રનું શુટીંગ પુરૂ કર્યા પછી સડક-૨ના કામમાં વ્યસ્ત છે. હવે ઇંશાઅલ્લાહનું કામ પણ શરૂ થશે. આવતું વર્ષ આલિયા માટે ખાસ બની રહેવાનું છે. આલિયા સંજય લીલા, સલમાન, અયાન મુખર્જી, રણબીર કપૂર, અમિતાભ બચ્ચન, મહેશ ભટ્ટ જેવા સ્ટાર-ડિરેકટર્સ સાથે પહેલી વખત કામ કરી રહી છે.

(10:25 am IST)