Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

આ અઠવાડિયે OTT પ્લેટફોર્મ આવી રહી છે ૫ ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝ

મુંબઇ, તા.૨૧: જૂન મહિનાનું ચોથું અઠવાડિયું શરુ થઇ ગયું છે. આ મહીને દ્યણી સારી સારી ફિલ્મ અને વેબ સિરીઝ આવી છે. પરંતુ આજે અમે તમારા માટે આ અઠવાડિયામાં રિલીઝ થનારી વેબ સિરીઝ અને મૂવીઝનું એક લીસ્ટ લઈને આવ્યા છીએ.

ટુ હોટ ટૂ હેન્ડલ સીઝન ૨ સિરીઝ આ અઠવાડિયે ૨૩ જૂને નેટફ્લિકસ પર રિલીઝ થવા જઈ રહી છે. આ સિરીઝની પ્રથમ સીઝન દર્શકોને ખૂબ પસંદ આવી હતી. જે બાદ હવે તેની બીજી સીઝનની પણ જોરદાર એન્ટ્રી થવા જઈ રહી છે.

જૂન ગુડ ઓન પેપર એ અમેરિકન રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે જેનું દિગ્દર્શન કિમ્મી ગેટવુડ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ૨૩ જૂને નેટફ્લિકસ પર રિલીઝ થવાની છે. આ એક ટૂંકી વાર્તા છે જેમાં એક સ્ટેન્ડ-અપ કોમિકના પ્રેમની વાત છે.

ગ્રહણ એક વેબ સિરીઝ છે જે આ અઠવાડિયે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલિઝ થવા જઈ રહી છે. આ એક એકશન ક્રાઇમ થ્રિલર સિરીઝ છે. આ સિરીઝને બોકારોમાં થયેલા શીખ વિરોધી રમખાણો પર બનાવવામાં આવી છે.

રજનીગંધા એક શાનદાર ફિલ્મ છે, જેનું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું હતું. ફિલ્મના ટ્રેલરને સોશિયલ મીડિયા પર જોરદાર પ્રતિસાદ મળ્યો છે. જયાં આ ફિલ્મમાં રાજેશ શર્મા, વિભા આનંદ, તરનજીત કૌર, અશોક પાઠક મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ ૨૧ મી જૂને MX Player પર રિલીઝ થશે.

માડથી (Maadathy: An Unfairy Tale) ૨૪ જૂને ઓટીટી પ્લેટફોર્મ, નેસ્ટ્રીમ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મ અત્યાર સુધી દ્યણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવી છે.

(4:35 pm IST)