Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

નિષ્ફળતામાં હિમ્મત હારવી નહિઃ ક્રિતી

બોલીવૂડમાં હીરોપંતી ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરનાર ક્રિતીએ હવે અહિ ઓળખ ઉભી કરી લેતાં સતત મોટા બેનરની અને મોટા સ્ટાર સાથેની ફિલ્મો તેને મળી રહી છે. હાલમાં તે સોથી વધુ ઉત્સાહિત પોતાની ફિલ્મ આદિપુરૂષને કારણે છે. કારણ કે આ ફિલ્મમાં તે સાઉથના સુપરસ્ટાર પ્રભાસ સાથે મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. રામાયણ પરથી બનેલી આ ફિલ્મમાં તેલુગુ સુપરસ્ટાર પ્રભાસ રામના રોલમાં છે. તો સૈફ અલી ખાન રાવણ બન્યો છે. સિતાનો રોલ ક્રિતી નિભાવી રહી છે. ઓમ રાઉત નિર્દેશીત આ ફિલ્મ વિશે ક્રિતીએ કહ્યા હતું કે આ ફિલ્મની હું આતુરતા પુર્વક રાહ જાઇ રહી છું. આ ફિલ્મમાં કામ કરવાનો મારો અનુભવ તદ્દન અલગ રહેશે. સફળતા અને નિષ્ફળતા વિશે ક્રિતીએ કહ્યા હતું કે હું એક મંત્રને ધ્યાને રાખીને આગળ વધુ છું કે સફળતામાં તમારે છકી જવું જાઇએ નહિ, એટલે કે તમારા મગજમાં એ ભરાઇ જવી ન જાઇએ અને નિષ્ફળતા મળે તો તેમાં ક્યારેય હિમ્મત હારવી જાઇએ નહિ. ક્રિતીની અન્ય ફિલ્મોમાં ભેડીયા, બચ્ચન પાંડે, ૧૪ ફેરે સામેલ છે.

(10:03 am IST)