News of Saturday, 21st April 2018

રિચા ચઢ્ઢાનું બયાન: સોશિયલ મેડિયાએ જિંદગી બદલી નાખી છે

મુંબઈ: બોલિવૂડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાં જેની ગણતરી થાય છે તે રિચા ચઢ્ઢા હવેદાસ દેવનામની ફિલ્મમાં જોવા મળશે. તે કહે છે કે ફિલ્મમાં મારું પાત્ર ખૂબ અલગ છે. ફિલ્મમાં મારું પાત્ર પારોનું છે, જે ઘણા બધા ઝઘડા બાદ દેવથી અલગ થઇ જાય છે અને પોતાના ભાગ્યની માલિિકન જાતે બનવાનો નિર્ણય લે છે. પારો કોઇ સાધારણ છોકરી નથી. તે અંત સુધી લડવાની હિંમત રાખે છે. સ્ક્રિપ્ટમાં રિચાનું પાત્ર સૌથી દમદાર છે.

ઉપરાંત રિચા અન્ય એક ફિલ્મથ્રી સ્ટોરીઝમાં કામ કરી રહી છે. તે કહે છે કે ફિલ્મ ત્રણ બિલકુલ અલગ અલગ વ્યક્તિ વિશેની છે, જેઓ ત્રણ માળની એક ચાલીમાં રહે છે. મર્ડર મિસ્ટ્રી પર આધારિત ફિલ્મમાં ત્રણ સ્ટોરી કેવી રીતે નજીક આવે છે તે દર્શાવાયું છે. ફિલ્મમાં તેની સાથે પુલકિત સમ્રાટ, શર્મન જોશી અને રેણુકા શહાણે છે. રિચાએ હાલમાં એક મ્યુઝિક વીડિયોવોન્ટ બી ફ્રીમાં પણ કામ કર્યું છે. રિચા કહે છે કે સોંગ શિવાની કશ્યપે ગાયું છે. એક એવી છોકરીની કહાણી છે કે જે સોશિયલ મીડિયાનો શિકાર બને છે અને તેની જિંદગી સંપૂર્ણ રીતે બદલાઇ જાય છે. કહાણીના માધ્યમથી અમે સંદેશ આપવાની ઇચ્છીએ છીએ કે જે દુનિયામાં અમે રહીએ છીએ તે સુપરફિશિયલ છે. દરેક વ્યક્તિ ખુદનું સૌથી બેસ્ટ વર્ઝન સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે, જે નકલી જિંદગીની તસવીર છે. હવે લોકો ઓનલાઇન જિંદગી જીવે છે. તેઓ શું કરે છે, શું ખાય છે, ક્યાં જાય છે બધી વાતોની તસવીર ખેંચીને પોસ્ટ કરતા રહે છે.

(4:16 pm IST)
  • બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાની મરાઠી ફિલ્મ ‘વેન્ટિલેટર’માં ગુજરાતી ટ્વિસ્ટ આપવા માટે અભિનેત્રી જુહી ચાવલા અને અભિનેતા જેકી શ્રોફ તૈયાર છે. વર્ષની શરૂઆતમાં જેકી શ્રોફ ફિલ્મનો ગુજરાતી વર્જનનો હિસ્સો બન્યો હતો. જ્યારે વાસ્તવિક જીવનમાં ગુજરાતની વહુ જુહી ચાવલા પણ જેકી સાથે નજરે પડશે. આ ફિલ્મ સાથે જુહી ગુજરાતી ફિલ્મોમાં તેનો ડેબ્યુ કરશે. જુહીએ ખુલાસો કરતા કહ્યું છે કે, જેકીએ જ તેને કહ્યું હતું કે ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર્સ તેના રોલ પર વિચાર કરી રહ્યા છે. ફિલ્મમાં જુહી ડો. શ્રોફનું પાત્ર ભજવશે. મરાઠી વર્જનમાં આ રોલ બોમન ઈરાનીએ કર્યો છે. access_time 2:21 am IST

  • શત્રુઘ્ન સિન્હાની ધડબડાટી : શત્રુઘ્ન સિન્હાએ પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હાની તરફેણ કરતા અને મોદી સરકાર પર વાર કરતા કહ્યું કે " યશવંત સિન્હા તો બલીદાનની મૂર્તિ છે. હું BJP નહી છોડું, પણ લાગે છે કે પાર્ટી મને છોડી દેશે. કેન્દ્ર સરકાર અલી બાબા ચાલીસ ચોર ની સરકાર છે...!" access_time 4:36 pm IST

  • આંખોના ઇશારે રાતોરાત ‘નેશનલ ક્રશ' બનેલી પ્રિયા પ્રકાશ વારિયરનો વધુ એક વીડિયો ઇન્ટરનેટ પર ફરતો થયો છે. આ વીડિયોમાં પ્રિયા પ્રકાશ મેકઅપ રૂમમાં આંખોનો સ્મોકી મેકઅપ સાથે હેરસ્ટાઇલિસ્ટ પાસે વાળ સેટ કરાવી રહી છે. આ સમયે તેણે ફરીવાર પોતાની નૈન કટારી ચલાવીને સૌને ઘાયલ કર્યા છે. આ વીડિયોને 20 કલાક પણ નથી થયા અને એટલામાં તો દોઢ લાખથી વધુ લોકો તેને લાઇક કરી ચૂક્યા છે. access_time 1:15 am IST