News of Saturday, 21st April 2018

ફિલ્મોમાં મહેનતની સાથે કિસ્મત પણ હોવું જરૂરી છે: પૂજા હેગડે

મુંબઈ: મૂળ કર્ણાટકની રહેવાસી પૂજા હેગડેએ અભિનયની શરૂઆત તામિલ ફિલ્મોથી કરી. ત્યારબાદ હિંદી ફિલ્મમોહનજોદરોદ્વારા બોલિવૂડમાં આવી, પરંતુ તેને સફળતા મળી શકી. હજુ તેનો સંઘર્ષ ચાલુ છે.બોલિવૂડ અને દક્ષિણ ભારતીય ઉદ્યોગમાં તેને ખાસ કોઇ અંતર લાગતું નથી. તે કહે છે કે દક્ષિણ ભારતીય નિર્દેશકો સાથે કામ કરવું એક સારો અનુભવ છે. દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગ ખૂબ સુનિયોજિત, સંગઠિત અને કામકાજમાં પાબંધ છે. શરૂઆતમાં ભાષાના કારણે મને તે ફિલ્મોમાં કામ કરવામાં પ્રોબ્લેમ થતો હતો, પરંતુ જિંદગીમાં કંઇક પામવા માટે તમારે મહેનત કરવી પડે છે અને તમારું સર્વશ્રેષ્ઠ આપવું પડે છે. હવે મને ત્યાંની ફિલ્મોમાં મુશ્કેલી થતી નથી.

એવું સાંભળવા મળ્યું છે કે પૂજા હેગડે સૂરજ પંચોલી સાથે પણ એક ફિલ્મ કરી રહી છે, જોકે પૂજા કહે છે કે સૂરજ પંચોલી લીડ રોલમાં હોય તેવી એક ફિલ્મની ઓફર મને આવી છે, પરંતુ મેં હજુ તે ફિલ્મ માટે હા કહી નથી. વાતચીત હજુ શરૂઆતના તબક્કે છે.

(4:15 pm IST)
  • આ એક ઈલેક્ટ્રોનિક કાર છે જેનુ નામ MISS R છે. આપને જાણીને નવાઈ લાગશે પણ આ કાર માત્ર 1.8 સેકન્ડમાં 0થી 100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડી લે છે. જેના લીધે તેને દુનિયાની સૌથી ફાટેસ્ટ કારનું બિરુદ મળી ગયુ છે. કારમાં 1 મેગાવોટ મતબલ 1341 હોર્સ પાવરની બેટરી પેક છે. તેમજ આ બેટરી અન્ય બેટરીની તુલનામાં 50 ટકા હલકી છે. કારની કિંમત 6.5 કરોડ રાખવામાં આવી છે. access_time 1:15 am IST

  • નરોડા પાટિયા કેસ મામલે ગુજરાત હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે. કોર્ટે માયા કોડનાનીને પુરાવાના અભાવે દોષ મુક્ત જાહેર કર્યા. હતા જો કે કોર્ટના આ ચુકાદાને લીધે સ્થાનિકોએ ઉગ્ર ભાષામાં વિરોધ કરતાં નિવેદનો આપ્યા હતા. એક સ્થાનિક મહિલાએ રોષ વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે, તેમણે અમારી આંખ સામે અમારા પરિવારના 8 લોકોને રહેંસી નંખાયા હતા. access_time 1:14 am IST

  • કોંગ્રેસના ગઢ કહેવાતા ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં શનિવારે ભારતીય જનતા પક્ષ (ભાજપ)ની રેલીમાં મંચ પર લગાવવામાં આવેલાં પોસ્ટર્સમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર ગાયબ હતી, જે હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જેવા દિગ્ગજ નેતાઓ હાજર હતા. આ રેલીને પરિવર્તન રેલીનું નામ આપવામાં આવ્યું હતું. ભાજપના સ્થાનિક નેતાઓને જ્યારે પૂછવામાં આવ્યું કે તો તેમણે પોસ્ટરમાંથી વડાપ્રધાન મોદીની તસવીર ગાયબ હોવાની વાત પર એવું કહેતા વધુ કાંઈ કહેવાનો ઇનકાર કર્યો કે, આ એક માનવીય ભૂલ છે. તેનો બીજો કોઈ અર્થ કાઢી ન શકાય. access_time 11:42 pm IST