Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

આલિયા ભટ્ટ માતા સોની રાઝદાન સાથે કરશે કામ

મુબઈ: પ્રતિભાની પાવરહાઉસ આલિયા ભટ્ટ  હવે એની માતા સોની રાઝદાન સાથે ફિલ્મમાં  નજરે ચઢશેફિલ્મ રાજીમાં  આલિયાનો  લુક કેવો હશે હવે જાહેર થઈ ચૂક્યું છે. આલિયાએ કહ્યું કે શૂટિંગ દરમિયાન    પોતાના કરતા મમ્મી સોનીને લઈને વધુ ચિંતિત હતી. હંમેશા પ્રાર્થના કરતી હતી કે એની મ્મી  સોની રાઝદાનને  ભાગે આવતા સંવાદો  મોંઢે થઈ જાયજો સોની રાઝદાન સંવાદની એક લાઈન પણ ભૂલી જાત તો આલિયાની ચિન્તા  વધી ગઈ હોત. સદભાગ્યે આવું કંઈ થયું નહીં  અને બધુ સમૂસૂતરું  પાર પડી ગયું. જોકે આલિયાએ  કહ્યું કે  એણે જેટલો સમય બોલીવૂડમાં  પસાર કર્યો  છે એનાથી વધુ સમય મમ્મીએ બોલીવૂડમાં પસાર કર્યો છે. ઉપરાંત એના કરતા વધુ સારી અભિનેત્રી એની મમ્મી સોની રાઝદાન છે. આલિયા ફિલ્મમાં જાસૂસનો સ્વાંગ ધરશે. આલિયા એક ખરા થઈ ગયેલા પાત્રને પહેલી વાર પડદે જીવંત કરશે.

 

 

(4:15 pm IST)