Gujarati News

Gujarati News

News of Saturday, 21st April 2018

આલિયા-અભિષેકની જોડી જામશે અમૃતા પ્રીતમની બાયોપિકમાં

મુંબઈ:લાંબા સમયથી અમૃતિ પ્રિતામની બાયોપિક ફિલ્મને લઈને ચર્ચા ચાલી રહી છે પરંતુ હંમેશા કોઈને કોઈ કારણસર ફિલ્મનુ આયોજન ટળતુ આવ્યુ છે. જોકે નવા મળેલ અહેવાલ મુજબ દર્શકોને ફિલ્મમાં પ્રથમ વખત અભિષેક બચ્ચન અને આલિયા ભટ્ટની જોડી મોટા પડદે જોવા મળી શકે છે. સુત્રોના જણાવ્યા મુજબ સંજયલીલા ભણસાલીની આગામી ફિલ્મ જાણીતા કવિ શાહિર લુધિયાની અને તેમની પત્ની અમૃતા પ્રિતમના જીવન પર આધારીત હશે. સુત્રોનુ કહેવુ છે કે સંજયલીલા ભણસાલીએ શાહિર લુધિયાનીના પાત્ર માટે પહેલાથી અભિષેક બચ્ચનની પસંદગી કરી લીધી છે. ત્યારે હવે અમૃતા પ્રિતમના પાત્ર માટે આલિયા ભટ્ટને લેવામાં આવી હોવાનુ ચર્ચાઈ રહ્યુ છે. સુત્રોના મતે સંજયલીલા ભણસાલીનુ માનવુ છે કે અમૃતા પ્રિતમનુ પાત્ર ભજવવા માટે આલિયા ભટ્ટ સૌથી યોગ્ય પસંદગી છે. કારણકે આલિયાની અંદર એક આદર અને આત્મવિશ્વાસ ભરેલો જોવા મળે છે. જોકે હજી સુધી આલિયાએ ફિલ્મ સ્વીકારી હોવાનુ મનાઈ રહ્યુ નથી. આલિયા અત્યારે પોતાની આગામી ફિલ્મ રાઝીને લઈ ઉત્સાહિત છે. ફિલ્મના ટ્રેલરમાં આલિયાના અભિનયની ચારેય બાજુથી પ્રશંસા થઈ રહી છે. જ્યારે અભિષેક બચ્ચને તાજેતરમાં મનમર્જિયા ફિલ્મનુ શુટિંગ પુરુ કર્યુ છે. ફિલ્મમાં તે તાપસી પન્નુ અને વીકિ કૌશલ સાથે નજરે પડશે. 

(4:15 pm IST)