Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

હેપ્પી બર્થ ડે ટુ રાની

મુંબઇ: અભિનેત્રી રાની મુખર્જીનો આજે બર્થ ડે છે. હેપ્પી બર્થ ડે ટુ યુ રાની. છેલ્લે મર્દાની ફિલ્મમાં નીડર મહિલા પોલીસ અધિકારીનો રોલ કરનારી રાની હાલ એક પુત્રીની માતા છે એટલે બહુ ઓછી ફિલ્મો કરે છે. પ્રતિષ્ઠિત બેનર યશ રાજ ફિલ્મ્સના સર્વેસર્વા આદિત્ય ચોપરાની પત્ની એવી રાનીએ છેલ્લાં વીસેક વર્ષમાં કેટલીક સરસ ફિલ્મો આપી હતી. આજે ૩૯ વર્ષની થયેલી રાનીએ કેટલીક ફિલ્મો હિંમતભેર કરી હતી જેમાં એક યા બીજા પ્રકારનો સંદેશ વણી લેવાયો હતો. ૧૯૯૭-૧૯૯૮માં પહેલીજ ફિલ્મ રાજા કી આયેગી બરાતમાં એણે બળાત્કારનો ભોગ બનેલી યુવતીનો રોલ કર્યો હતો તો બીજી ફિલ્મ મહેંદીમાં દહેજના વિષયને વણી લેવાયો હતો. દુર્ભાગ્યે આ બંને ફિલ્મો બોક્સ ઑફિસ પર પીટાઇ ગઇ હતી. પરંતુ રાનીની અભિનય પ્રતિભાની નોંધ ટોચના ફિલ્મ સર્જકોએ લીધી હતી. ત્યારબાદ ગોવિંદા અને સલમાન ખાન સાથે થોડીક મસાલા ફિલ્મો કર્યા બાદ એણે ૨૦૦૨માં સાથીયાં ફિલ્મ કરી જે હિટ નીવડી હતી. પ્રેમ કરતું એક યુગલ લગ્ન કરવા માટે ભાગી જાય છે પરંતુ લગ્ન પછી કેવી સમસ્યાઓ ભોગવે છે એની સરસ કથા આ ફિલ્મમાં હતી. ત્યારબાદ શાહરુખ ખાન સાથે આવી ચલતે ચલતે. એ પછીની ફિલ્મ હમ તુમમાં કોઇની દયા કે સહાનુભૂતિ વગર જીવન જીવવા મથતી એક વિધવા યુવતીનો રોલ એણે કર્યો હતો. એનો સૌથી યાદગાર રોલ યશ ચોપરાની વીર ઝારા ફિલ્મમાં હતો જેમાં એણે એક ધારાશાસ્ત્રીનો સરસ રોલ કર્યો હતો.
 

(4:56 pm IST)
  • આજે ગણિતની પરીક્ષા હતી. બીજા સ્ટુડન્ટનીની જેમ અંધજન સ્કૂલના સ્ટુડન્ટ વિઘ્નેશ પાઠકે પણ ગણીતના દાખલા ઉકેલ્યા હતાં. જો કે વિઘ્નેશ બીજા સ્ટુડન્ટ કરતાં જુદો પડે છે કેમ કે એમણે ક્યારેય આંકડાઓ જોયા જ નથી, માત્ર અનુભવ્યા છે. વિઘ્નેશ સંપૂર્ણ અંઘ છે, બ્રેઇલ લીપીથી દાખલાઓ ગણીને બોર્ડની પરીક્ષા આપી હતી. જેથી આવી ઘટના સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર બની છે. access_time 1:49 am IST

  • રાજસ્થાનના પાલીમાં ગણગૌર પુજન માટે લાખોટીયા તળાવ સ્થિત સિરેઘાટ ઉપર બેડા લઈને પાણી ભરવા આવેલ મહીલાઓ તસવીરમાં દર્શાય છે. access_time 3:43 pm IST

  • હત્યા-ફાયરીંગ પ્રકરણમાં મોરબી ભાજપ અગ્રણી સહિતના આરોપીઓના આશ્રય સ્થાનો ઉપર દરોડાઃ પંચાસર સ્થિત નિવાસ સ્થાને અને અન્ય સ્થળો ઉપર પોલીસ ત્રાટકીઃ કોઈ સગળ ન મળતા કોલ ડીટેઈલના આધારે તપાસ access_time 3:58 pm IST