Gujarati News

Gujarati News

News of Wednesday, 21st March 2018

હમકો સિર્ફ તુમસે પ્યાર હૈ...ગાયીકા અલ્કા યાજ્ઞિકે ઉજવ્યો જન્મદિવસ

૨૫ વર્ષથી રહે છે પતિથી અલગ પુત્રી સાથે રહે છે

મુંબઇઃ બોલીવૂડની સુપ્રસિધ્ધ અને એક એકથી હિટ ગીતો આપી ચુકેલી ગાયીકા અલ્કા યાજ્ઞિકે ગઇકાલે પોતાનો બાવનમો જન્મ દિવસ ઉજવ્યો હતો. અલ્કાનો જન્મ કોલકત્તાના મધ્યમવર્ગીય પરિવારમાં ૨૦ માર્ચના રોજ થયો હતો. તેણે સંગીત શીખવાનું તેના માતા શુભા યાજ્ઞિક પાસેથી શરૂ કર્યુ હતું. પ્રારંભે તે શાસ્ત્રીય સંગીત શીખી હતી. ઘરમાં સંગીતનો માહોલ હોવાથી અલ્કાની તેના પ્રત્યે રૂચી વધતી ગઇ હતી. છ વર્ષની ઉમરમાં જ તેણે ગીતો ગાવાનું શરૂ કર્યુ હતું. પ્રારંભે તેણે કોલકત્તા આકાશવાણી માટે ગીતો ગાયા હતાં. અલ્કાને એક દિકરી સાયેશા છે. જે મુંબઇમાં હોટેલ મેનેજમેન્ટ ફિલ્ડ સાથે જોડાયેલી છે.

અલ્કાએ શિલાંગ સ્થિત  બિઝનેસમેન નિરજ કપૂર સાથે ૧૯૮૯માં લગ્ન કર્યા છે. જો કે છેલ્લા પચ્ચીસ વર્ષથી તે પતિથી અલગ રહે છે. આ બંને અલગ રહે છે એ પાછળ કોઇ ઝઘડો કારણભુત નથી પણ પોતપોતાના કામ અને અલગ ફિલ્ડને કારણે આમ કરે છે. અલગ હોવા છતાં રિલેશનશીપ અકબંધ છે.

હમકો સિર્ફ તુમસે પ્યાર હૈ, ઇસ પ્યાર સે મેરી તરફ ના દેખો, હમકો સિર્ફ તુમસે પ્યાર હૈ, છમ્મા છમ્મા, દેખા તુજે તો હો ગઇ, દિલ જબ સે તૂટ ગયા...સહિત ૨૫૦ જેટલા ગીતો ગાયા છે.

(1:04 pm IST)
  • મનમર્જીયા ફિલ્મના ૨ ફોટા સોશ્યલ મીડીયા ઉપર મૂકાયા : અનુરાગ કશ્યપની ફિલ્મ 'મનમર્જીયા'ની અભિનેત્રી તાપસી પન્નુએ ૨ ફોટા સોશિયલ મિડીયા ઉપર શેર કર્યા : એકમાં પોતે વિકી કૌશલના ખભે બેસવાનો આનંદ વ્યકત કરતી તથા બીજામાં અભિષેક પાઘડી પહેરેલો દર્શાવ્યો access_time 3:42 pm IST

  • આજે હિમાચલ અને ઉત્તરાખંડમાં સીઝનની છેલ્લી બરફવર્ષાની સંભાવના access_time 12:52 pm IST

  • બોલીવુડમાં જેમના લગ્નની ચર્ચા સૌથી વધુ છે એવા દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની એક તસવીરે સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી છે. બંના વેડિંગ લૂકનો ફોટો વાઇરલ થયો છે. દીપિકા પાદુકોણના એક ફેન સિદ્ધાંતે સુંદર રીતે ફોટોશોપ કરીને આ તસવીરો તૈયાર કરી છે. આ તસવીરો સાથે અનેક હેશટેગ આપવામાં આવ્યા છે. એક્ટર્સ અથવા તેના પરિવાર તફથી ઓફિશિયલ કન્ફર્મેશન નથી આવ્યું. access_time 1:50 am IST