Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

આગળ વધી રહ્યો છે અધ્યયન

શેખર સુમનના દિકરા અધ્યયનસુમનની કારકિર્દી ફરી વેગ પકડી રહી છે. તાજેતરમાં તેનું મ્યુઝિક આલ્બમ પેગ દરિયા સે આવ્યું હતું. જેમાં દિલ તુટી ગયા પછી કઇ રીતે તેમાંથી બહાર આવવું તેની વાત છે. નોંધનીય વાત એ છે કે અધ્યયને અસલી જિંદગીમાં પણ બબ્બે વખત દિલ તોડાવ્યું છે. એક વખત માયરા મિશ્રા અને બીજી વખત કંગનાને કારણે અધ્યયનું હૃદય ભંગ થયું હતું. તે કહે છે હું કોઇનું નામ લઇને વાત નહિ કરું. પણ એટલુ કહીશ કે નવી નવી જુવાનીમાં દિલ તૂટે એટલે તમે સાવ ભાંગી જ પડો. દેવદાસ જેવા થઇ જાવ, પરંતુ ત્રીસ પછી તમે પરિપકવ થઇ જાઓ છો. ત્યારે તમે તમારી જાતને સમજાવી અને સંભાળી શકો છો. હું એ વખતે સાવ ભાંગી પડ્યો હતો. પણ પછી સમજાયું જે થવાનું હતું એ થઇ ગયું. અધ્યયન વેબ સિરીઝ આશ્રમમાં પણ ખાસ ભુમિકામાં જોવા મળ્યો હતો. એક સમયે તેની કારકિર્દી પણ ડામાડોળ થઇ ગઇ હતી. ત્યારે તેના માતા-પિતા પણ દુઃખી થઇ ગયા હતાં. પરંતુ તેમણે જ તેને એ સમયમાં સાથ આપ્યો હતો. અધ્યયન હવે માતા-પિતાની છત્રછાંયાથી દુર રહી તેમના આશીર્વાદથી મંઝીલ તરફ નીકળી ગયો છે.

(10:23 am IST)
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં બે દિવસથી ભેદી ધડાકા : રાત્રીના સમયે ભેદી ધડાકાઓથી લોકોમાં ફફડાટ. :ધડાકાઓનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી :ધડાકા સાથે જમીન ધ્રુજી ઉઠે છે છતાં તંત્ર અજાણ : પ્રાંત અધિકારીએ ધડાકા અંગે તપાસના આદેશ આપ્યા access_time 12:08 am IST

  • કેરળની ચોકલેટ બ્રાન્ડ “પોલ એન્ડ માઇક” આ વર્ષે આંતરરાષ્ટ્રીય ચોકલેટ એવોર્ડ્સ 2020માં સિલ્વર જીતીને ભારતીય ચોકલેટ ઉદ્યોગને નવી ઉચાઈએ લઈ ગઈ છે. અને આ સાથે તે આંતરરાષ્ટ્રીય ચોકલેટ એવોર્ડમાં સન્માનિત થનાર પ્રથમ ભારતીય ચોકલેટ બ્રાન્ડ બની છે. access_time 6:11 pm IST

  • ગુજરાતમાં કોરોના થાક્યો - આજે સળંગ પાંચમા દિવસે રાજ્યમાં 1000ની અંદર નવા કોરોના કેસ નોંધાયા : રાજ્યમાં નવા કોરોના કેસ ઘટીને આજે ફક્ત 644 નોંધાયા અને સામે 1675 દર્દીઓ સાજા થયા : આ સાથે આજે રાજકોટ શહેર - જિલ્લામાં પણ કોરોના થી ભારે રાહત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 29 અને ગ્રામ્યના 27 કેસ સાથે કુલ ફક્ત 56 નવા કોરોના ના કેસ નોંધાયા : અને સાથે રાજકોટ શહેર - જિલ્લામાં આજે કુલ 48 દર્દીઓ સાજા થયા access_time 7:39 pm IST