Gujarati News

Gujarati News

News of Monday, 29th June 2020

બે દાયકાથી સક્રિય સુમોનાને કરવો પડ્યો છે ખુબ સંઘર્ષ

બે દસકથી અભિનયની દુનિયામાં સક્રિય સુમોના ચક્રવર્તિ આજે અસંખ્ય ચાહકો ધરાવે છે. બોલીવૂડની ફિલ્મો અને ટીવી પરદે તેણે ખુબ કામ કર્યુ છે. હાલમાં તે કપિલ શર્માના શોમાં ભુરીના પાત્રથી ઘર-ઘરમાં જાણીતી છે. તાજેતરમાં તેણે પોતાનો બત્રીસમો જન્મદિવસ ઉજવ્યો હતો. સુમોનાએ અભિનય કારકિર્દીની શરૂઆત આમિર ખાન અને મનિષા કોઇરાલા અભિનિત ફિલ્મ 'મન'થી કરી હતી. આ ફિલ્મ ૧૯૯૯માં આવી હતી.  જેમાં તેણે નેહા નામની સ્કૂલ સ્ટુડન્ટનો રોલ નિભાવ્યો હતો. નેહાએ પોતાના આ રોલની તસ્વીર ટ્વિટર પર પોસ્ટ કરી હતી. સુમોના બાદમાં ટીવી પરદે આવી ગઇ હતી. અહિ તેને મોટો રોલ મળવામાં દસેક વર્ષ સંઘર્ષ કરવો પડ્યો હતો. બડે અચ્છે લગતે હૈ શોમાં તેની નતાશાની ભુમિકા ખુબ વખાણાઇ હતી. આ રોલથી સુમોનાને ઘણો ફાયદો થયો હતો. એ પછી કપિલ સાથે કહાની કોમેડી ર્સકસ કીમાં ભાગ લીધો હતો. જેમાં આ બંને વિજેતા થયા હતાં. કપિલના શોમાં તે તેની વાઇફ અને બીજી સીઝનમાં તેની પડોશણના રોલમાં જોવા મળી છે. એક એપિસોડ દીઠ તે બે-ત્રણ લાખ રૂપિયા ફી વસુલે છે. જો કે સુમોનાને આજે પણ ટીવી પરદે વધુ સારુ કામ નહિ મળ્યાનું દુઃખ છે.

(9:45 am IST)