Gujarati News

Gujarati News

News of Friday, 22nd May 2020

૭૭ વર્ષની ઉંમરે પણ જિમમાં પરસેવો પાડે છે અમિતાભ બચ્ચનઃ લોકડાઉનમાં દોહિત્ર સાથે કર્યું વર્કઆઉટ

મુંબઇ,તા.૨૨: ૭૭ વર્ષની ઉંમરે પણ અમિતાભ બચ્ચન ખૂબ ફિટ છે. તેઓ પોતાના સ્વાસ્થ્યની પૂરતી કાળજી લે છે. અમિતાભ બચ્ચન દરરોજ વર્કઆઉટ કરે છે. હાલમાં જ અમિતાભ બચ્ચને પોતાના દોહિત્રી અગસ્ત્ય નંદા સાથે તસવીર શેર કરી છે. જેમાં શ્વેતા બચ્ચન નંદાનો દીકરો અગસ્ત્ય ડંબલ પકડીને ઊભેલો જોવા મળે છે. અમિતાભ બચ્ચને દોહિત્ર સાથે વર્કઆઉટની તસવીર શેર કરતાં લખ્યું, 'ફાઈટ..ફાઈટ ધ ફિટ...ફિટ ધ ફાઈટ..રિફ્લેકિટવ મિરર્સ..અને દોહિત્ર પાસેથી પ્રેરણા.' ૧૯ વર્ષના અગસ્ત્ય સાથેની અમિતાભ બચ્ચનની તસવીરને ફેન્સ દ્યણી પસંદ કરી રહ્યા છે. સાથે જ તસવીરમાં બિગ બીના એકસપ્રેશન્સ પણ લોકોને પસંદ આવી રહ્યા છે.

બુધવારે અમિતાભ બચ્ચને કવોરન્ટીનના દિવસોને લઈને એક પોસ્ટ મૂકી હતી. અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, 'આવો મનના કોઈક ખૂણે, કોઈ મુદ્દે રહેલી કડવાશને કવોરન્ટીન કરીએ, શું ખબર કોઈ સંબંધ વેન્ટિલેટર પર જતો અટકી જાય.' અમિતાભની આ પોસ્ટના પણ ખૂબ વખાણ થયા હતા.

વર્કફ્રંટની વાત કરીએ તો, અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ગુલાબો સિતાબો'રિલીઝ થવાની છે. જો કે, થિયેટર્સ બંધ હોવાના લીધે ઓનલાઈન પ્લેટફોર્મ પર બિગ બી અને આયુષ્માન ખુરાનાની આ ફિલ્મ રિલીઝ થશે. આયુષ્માન અને અમિતાભે પહેલીવાર કોઈ ફિલ્મમાં સાથે કામ કર્યું છે. આ સિવાય બિગ બી ચેહરે, ઝુંડ જેવી ફિલ્મોમાં જોવા મળશે.

(10:18 am IST)