Gujarati News

Gujarati News

News of Thursday, 13th February 2020

હવે મારી તસ્વીરો વધુ જોવાઇ રહી છેઃ સારા અલી ખાન

અભિનેત્રી સારા અલી ખાનની ફિલ્મ લવ આજકલ આવતી કાલથી રિલીઝ થઇ રહી છે. તેણે આ ફિલ્મનું કાર્તિક આર્યન સાથે મળી ખુબ પ્રમોશન કર્યુ છે. સારા તાજેતરમાં કરીના કપૂરના રેડિયો શો વ્હોટ  વુમન વોન્ટ ટુમાં ભાગ લેવા પહોંચી હતી. સારાએ પોતાના ભારેખમ શરીરને કઇ રીતે ઘટાડ્યું તે અંગે વાત કરી હતી. તે પહેલા છન્નુ કિલો વજનની હતી. તેણે વજન ઘટાડવા ખુબ મહેનત કરી છે. હવે તે ખુબ જ આકર્ષક દેખાઇ રહી છે. પરંતુ કરીનાએ કહ્યું હતું કે ઓછા વજનવાળી સારા હવે મને કંટાળાજનક લાગી રહી છે. કરીનાએ કહ્યું હતું કે સારા વજનદાર હતી ત્યારે વધુ દિલચશ્પ હતી કેમ કે ત્યારે તે ખુબ પિઝઝા ખાઇ શકતી હતી. હવેતે પિઝઝા ખાઇ શકતી નથી. સારાએ સામે કહ્યું હતું કે હું હવે પિઝઝા ખરીદવા માટે પૈસા કમાઇ શકુ છું. લોકો હવે મને ખુબ અલગ નજરે જોઇ રહ્યા છે. સારા જ્યારે વધુ વજન ધરાવતી હતી ત્યારે પણ ખુબ આત્મવિશ્વાસુ હતી. સારાએ એ પણ સ્વીકાયું હતું કે મારો વજન ઓછો થયા પછી મારી તસ્વીરો પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

(10:06 am IST)