Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

માસ્ટર શેફમાં જોવા મળશે અક્ષયકુમાર?

મુંબઇ તા. ૩: સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ 'માસ્ટર શેફ'માં બહુ જલદી અક્ષયકુમાર જોવા મળશે એવી ચર્ચા છે. બ્રિટિશ સીઝન 'માસ્ટર શેફ' પરથી ઇન્ડિયામાં ર૦૧૦માં આ શો શરૂ કરવામાં આવ્યો હતો. આ પહેલી સીઝનને અક્ષયકુમાર દ્વારા હોસ્ટ અને જજ કરવામાં આવી હતી. ત્યારબાદ આ શોની તમામ સીઝનને શેફ વિકાસ ખન્નાએ અન્ય શેફ સાથે મળીને જજ કરી હતી. આ શોની છઠ્ઠી સીઝનમાં પણ વિકાસ ખન્ના અન્ય શેફ રણવીર બ્રાર અને વિનીત ભાટિયા સાથે મળીને જજ કરશે. આ સીઝનના પહેલા શોમાં સેલિબ્રિટી ગેસ્ટ તરીકે અક્ષયકુમાર જોવા મળશે એવી ચર્ચા છે. સાત ડિસેમ્બરથી શરૂ થઇ રહેલા આ શો માટે અક્ષયકુમારે હજી સુધી તેની તારીખો નથી ફાળવી. તે હાલમાં તેની 'ગુડ ન્યુઝ'ને પ્રમોટ કરી રહ્યો છે અને આ શોમાં પણ તે ફિલ્મને પ્રમોટ કરે તો નવાઇ નહીં. જોકે ૯૯.૯૯ ટકા આ શોમાં તે જોવા મળશે એવી શકયતા છે.

(12:37 pm IST)
  • તામિલનાડુમાં શિયાળે ચોમાસાનો માહોલ : ચેન્નાઈમાં ભારે વરસાદ : એક વ્યક્તિનું મોત : સોમવારે અનેક જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધની એલાન : પોન્ડિચેરીમાં પણ પૂરની સ્થિતિ : મદ્રાસ યુનિવર્સિટી અને અન્ના યુનિવર્સિટીની પરીક્ષાઓ મોકૂફ :આગામી 24-48 કલાક રાજ્યમાં ભારે વરસાદની આગાહી : કેપ કોમોરિન અને લક્ષદ્વીપ વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના access_time 12:54 am IST

  • જીડીપીના આંકડા મામલે ભાજપના સાંસદ નિશાકાન્ત દુબેએ કહ્યું જીડીપી કોઈ બાઇબલ કે રામાયણ નથી : થોડા વર્ષોમાં જીડીપીની જરૂરિયાત નહિ રહે : નિશાકાન્ત ડૂબેએ જીડીપીની થિયરી પર સવાલ ઉઠાવ્યા : તેઓએ કહ્યું જીડીપીને બદલે સતત આર્થિક વિકાસનું મહત્વ છે access_time 1:17 am IST

  • વિજયભાઈ રૂપાણીના ભત્રીજા અને ભત્રીજા વહુને બગોદરા પાસે અકસ્માત : બંને હેમખેમ : ઝાયડ્સ હોસ્પિટલમાં એક દિવસ દેખરેખ હેઠળ રાખેલ છે : આજે બપોરે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના સગા ભત્રીજા શ્રી અમિનેષ રૂપાણી અને તેમના પત્નિ શ્રીમતી વિમી રૂપાણીને બગોદરા પાસે અકસ્માત નડ્યો હતો. સામેની સાઇડેથી ગમે તે કારણોસર કોઈ મોટર અમિનેષના મોટરની દિશામાં આવી ટકરાતા અમિનેષને અને તેના પત્નિ બંનેને તાત્કાલીક અમદાવાદ સાવચેતીરૂપે લઈ જવામાં આવેલ. ઝાયડ્સ હોસ્પિટલમાં સીટી સ્કેન અને બધી જ તપાસ કરતા સંપૂર્ણ નોર્મલ અને ભયમુકત હોવાનું જાણવા મળે છે, આમ છતા તેમને એક દિવસ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. અમિનેષ અને વિમીબેનની તબિયત સારી છે. બંને ભયમુકત છે. access_time 3:56 pm IST