Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

૭૭ વર્ષની ઉંમરે પણ એકટીવ છે 'બિગ બી': -૩ ડિગ્રી ઠંડીમાં કરી રહ્યા છે શૂટિંગ

મુંબઇ, તા.૨: બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન ઈન્ડસ્ટ્રીના સૌથી સફળ એકટર્સમાંથી એક છે. આજે તે ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ સૌથી વધારે એકિટવ રહે છે. ભલે થોડા દિવસો અગાઉ તેમણે રિટાયરમેન્ટની ઈચ્છા વ્યકત કરી હોય પરંતુ હજુ પણ તેમના કામ પ્રત્યેના ડેડિકેશન અને પેશન સાથે કરી રહ્યા છે.

આ વાતની સાબિતી એકટરની હાલમાં સામે આવેલી તસવીર છે. જે તેમણે ટ્વીટર પર શેર કરી છે. આ ફોટોમાં અમિતાભ ચેક શર્ટ, બ્લેક જેકેટ અને કૂલ સનગ્લાસ સાથે ખૂબ જ સ્ટાઈલિશ જોવા મળી રહ્યા છે. તેમની બાજુમાં રણબીર કપૂર ઊભો છે જેણે બ્લેક કલરનું જેકેટ પહેરી રાખ્યું છે.

તેને જોઈને એવું લાગી રહ્યું છે કે આ તસવીર તેમની આગામી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના સેટની છે. ફોટો શેર કરતા બિગ બીએ ટ્વીટ કર્યું, માઈનસ ડિગ્રી -૩.. અને કામ કરવાની રીત. જણાવી દઈએ કે બિગ બી હાલમાં 'બ્રહ્માસ્ત્ર'ના શૂટિંગ માટે મનાલી પહોંચ્યા છે.

ઉલ્લેખનીય છે કે જયારે અમિતાભ બચ્ચનની થોડા દિવસો અગાઉ તબિયત ખરાબ થઈ તો ડોકટર્સે તેમને આરામ કરવાની સલાહ આપી હતી. તેના થોડા દિવસો બાદ તેમણે જાતે રિટાયર થવાની ઈચ્છા વ્યકત કરી. પોતાના બ્લોગમાં તેમણે લખ્યું હતું, એકવાર ફરીથી નવી જગ્યા, નવા રૂમમાં સેટ થવાનું છે. મારે રિટાયર થઈ જવું જોઈએ. મગજ કંઈક બીજું કહી રહ્યું છે અને આંગળીઓ કંઈક બીજું  આ એક મેસેજ છે.

(1:11 pm IST)