Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

અક્ષય વિથ અનુપમ એન્ડ 'બેડમેન':આઇ સ્ટાર્ટેડ માય કેરિયર વીથ ધીસ ટુ

.બોલીવૂડના ખિલાડીકુમાર તરીકે જાણીતા અભિનેતા અક્ષય કુમારે આજે ઇન્ડસ્ટ્રીમાં ખાસ સ્થાન બનાવી લીધું છે. સતત સફળ ફિલ્મો આપવા માટે જાણીતો અક્ષય સોશિયલ મિડીયા પર પણ સક્રિય રહે છે. તેણે બોલીવૂડના પીઢ અદાકાર અનુપમ ખેર અને 'બેડમેન'ના ઉપનામથી ચાહકોમાં જાણીતા ગુલશન ગ્રોવર સાથેની તસ્વીર શેર કરી છે.  અક્ષયે ટ્વિટર પર લખ્યું છે કે...મેં મારી કારકિર્દીની શરૂઆત આ બંને જણા સાથે કરી હતી...હજુ પણ તેમની સાથે કામ કરવાનું યથાવત છે. અમે અંદરો-અંદર ખુબ હસીએ છીએ, અને એકબીજાને પંચ પણ ફટકારી દઇએ છીએ. આ બંને ખુબ સુંદર વ્યકિત છે અને હું તેમને મારા ખાસ ફ્રેન્ડસ માનુ છું...અનુપમ ખેર, ગુલશન ગ્રોવર...જીજી...હેપ્પી શાઇની પીપલ.

(3:30 pm IST)
  • કોલકતામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં પક્ષના કેટલાક કાર્યકરોએ હનુમાનજીનું રૂપ ધારણ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. access_time 11:14 am IST

  • માતોશ્રીમાં બૉમ્બ બ્લાસ્ટનું ઘડાયું હતું ષડ્યંત્ર : 1989માં ઠાકરેએ ખુદ પરિવારજનોને બંગલો છોડવા કહ્યું હતું ; નારાયણ રાણે access_time 1:19 am IST

  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST