Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

બોલિવૂડના મિસ્ટર પરફેકશનિસ્ટનો 55મોં જન્મદિવસ....

મુંબઇ:  બોલિવૂડમાં મિસ્ટર પરફેકશનિસ્ટ તરીકે પંકાતા સુપરસ્ટાર ફિલ્મ સર્જક આમિર ખાનનો આજે બર્થ ડે છે. 1965ના માર્ચની 14મીએ જન્મેલો આમિર આજે 54 વર્ષનો થયો.1980ના દાયકાની આખરમાં રજૂ થયેલી ફિલ્મ કયામત સે કયામત તકથી અભિનય કારકિર્દી શરૂ કરનારા આમિર ખાને સંખ્યાબંધ હિટ ફિલ્મો આપી છે જેમાં ખાસ કરીને લગાન, થ્રી ઇડિયટ્સ, દિલ, રાજા, પીકે, સિક્રેટ સુપર સ્ટાર વગેરેનો સમાવેશ થાય છે. એણે સત્યમેવ જયતે નામે સમાજિક મુદ્દાઓની ચર્ચા કરતો ટીવી શો પણ બનાવ્યો હતો જે હિટ નીવડ્યો હતો. જો કે એની છેલ્લી ફિલ્મ યશ રાજની ઠગ્સ ઑફ હિન્દુસ્તાન બોક્સ ઑફિસ પર પીટાઇ ગઇ હતી. એણે ખેલદિલીથી એની જવાબદારી પોતાના શિરે સ્વીકારી લીધી હતી.

(5:19 pm IST)